અમર થઈ ગયાં….

રાષ્ટ્ર કાજે જવાનો, જીવનની જંગ હારી ગયાં,
માયાથી માતૃભૂમિને પ્રાણ ન્યોછાવર કરી ગયાં.

શત્રુઓને કરી રાખ, નિજ આહુતિ આપી ગયાં,
દેશના સ્વાભિમાન ખાતર એ શ્વાસ સોંપી ગયાં.

કિસ્સાઓ સૌ કૌવત ભર્યા, દેશપ્રેમ વર્ણવી ગયાં,
ત્યજી નિજ સર્વસ્વ દેશ કાજે જીવન જીવી ગયાં.

ન જોઈ સ્વાર્થ પોતાનું, માટીનું ઋણ ચૂકવી ગયાં,
ખરા અર્થે વિરલા સૌને રાષ્ટ્ર ભક્તિ શીખવી ગયાં.

લડતાં-લડતાં હસતા મુખે શહાદતને વ્હોરી ગયા,
કહે “મૃગી” આજે સૌના દિલમાં અમર થઈ ગયાં.

રાધિકા કાતડ “મૃગી”