PUBG મોબાઇલના ભારતીય ચાહકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ક્ષણ આવી ગઈ છે,. મંગળવારે PUBG કોર્પોરેશને PUBG મોબાઇલનું 1.2 ગ્લોબલ વર્ઝન બહાર પાડ્યું છે. યૂઝર્સ તેને ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જો કે, હાલમાં બધા યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં દરેક યૂઝર્સ તેને પ્લેયર્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરી શકશે નહીં. તેઓ તેની APK ફાઇલ ડાઉનલોડ કરી શકે છે. PUBG મોબાઇલ મુજબ આ નવું વર્ઝન ઘણી સુવિધાઓ સાથે આવે છે.
મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે PUBG કોર્પોરેશન દ્વારા PUBG Mobileનાં ગ્લોબલ વર્ઝનના 1.2 બીટા APK ડાઉનલોડ લિંક જાહેર કરી દેવામાં આવી છે. આ લિંક દ્વારા યૂઝર્સ તેમના ફોનમાં PUBG મોબાઇલ ગ્લોબલ વર્ઝન 1.2 ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકશે. કંપનીએ ટ્વિટ કર્યું છે કે તેણે એરેગલ મેપ પર રૂનિક પાવર (RUNICPOWER)નો વિશેષ અનુભવ ડાઉનલોડ કરવો જોઈએ. રૂનિક પાવર મોડ સિવાય હોનર બિલ્ડિંગ ઈન મેટ્રો રોયલ, ચીઅર પાર્ક રનિંગ પાવર થીમ આધારિત ઇવેન્ટ, પાવર આર્મ્ડ મોડ અને FAMAS રાઇફલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
આ APK ડાઉનલોડ લિંકનું ફાઇલની સાઈઝ 613 MB છે અને તે હાલમાં ફક્ત Android યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ લિંક ખોલ્યા પછી કોરિયન ડાયલોગ બોક્સ ખૂલી છે, જેમાં ઈન્વિટેશન કોડ ભરવો પડશે.
>> સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને PUBG મોબાઇલ ગ્લોબલ વર્ઝન 1.2ની APK ફાઇલ ડાઉનલોડ કરો.
>> ત્યારપછી install from Unknown Sourceને ઓન કરો.
>> ઈનેબલ કરવા માટે સેટિંગ્સમાં સેફ્ટી એન્ડ પ્રાઈવેસી પોલિસીમાં Installation from Unknown Sourcesને ઈનેબલ કરો.
>> હવે તમને PUBG મોબાઇલ ગ્લોબલ વર્ઝન 1.2 ની APK ફાઇલ મળશે.
>> ત્યારપછી તમારે તમારા જાતે રિસોર્સેઝ પેકને ડાઉનલોડ કરવું પડશે.