ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ‘હોમ લર્નિંગ’ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત ડીડી ગીરનાર પર ધોરણ 1 થી 12 નું શૈક્ષણિક પ્રસારણ કરવામાં આવે છે. આ પ્રસારણ 11 ગામના દરેક બાળકો જોઈ શકે તે માટે’લર્નિંગ સેન્ટર’નો કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ગૌરાંગ વ્યાસની પ્રેરણા તથા ના.જિ.પ્રા.અ. પુલકિત જોષીના માર્ગદર્શનથી સી.આર.સી.કો.ઓ.રવિ પટેલના આયોજન હેઠળ તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો તથા અન્ય દાતાઓના સહકારથી અમલ કરવામાં આવ્યો.
આજના ઓનલાઈન શિક્ષણના સમયમાં જે બાળકો પાસે જરૂરી ડિઝિટલ ઉપકરણોની વ્યવસ્થા નથી તેવા બાળકો સાથે શાળાના તમામ બાળકો પોતાના જ મહોલ્લા – શેરીમાં શૈક્ષણિક પ્રસારણ નિહાળી શકે તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટમાં સી.આર.સી.કો.ઓ.સૂરજ રવિ પટેલ દ્વારા ‘વિદ્યા અર્થે પવિત્ર દાન’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.આ પ્રોજેક્ટમાં નીમેષભાઈ, સૌજેન્દ્રભાઈ, દિપકભાઈ, જગદીશભાઈ, પ્રફુલ્લભાઈ તથા તમામ આચાર્ય અને શિક્ષકોના સહકારથી અસરકારક કામગીરી કરવામાં આવી, જેમાં દાતાઓની મદદથી 20 નવીન LED , 30 DTHતથા 10 જુના તી.વી.દાન સ્વરૂપે મેળવી સૂરજ ક્લસ્ટરની 11 શાળાઓમાં 30 જેટલા ‘લર્નિંગ સેન્ટર’નું નિર્માણ કરવામાં આવ્યું.
આ ‘લર્નિંગ સેન્ટર’નું લોકાર્પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક માન.આર.સી.રાવલ સાહેબ, નિયામક, GCERTગાંધીનગર ડૉ.તી.એસ.જોશી સાહેબ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેસાણા ડૉ.ગૌરાંગ વ્યાસ સાહેબ, પુલકીત સાહેબ અને વી.ડી.અઢીયોલસાહેબની હાજરીમાં ઇન્દિરાનગર પ્રા.શાળા, તા.જોટાણા મુકામે કરવામાં આવ્યું, જેમાં અધિકારીઓ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તથા ‘શેરીશાળા’ પ્રોજેક્ટની મુલાકાત કરી કાર્યક્રમ સાથે સંકળાયેલ તમામને અભિનંદન આપવામાં આવ્યા.રવિભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતા વિવિધ નવતર પ્રયોગની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી તથા તમામને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.