ગુણકારી અળસીના અનેક ફાયદા

આ પૃથ્વી પર એવી ઘણી વસ્તુઓ અસ્તિત્વમાં છે, જે ઘણા ગુણોથી ભરેલી છે. આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ હજી પણ તેમના ફાયદાથી અજાણ છીએ. ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. માંસાહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે.

જો તમે તમારા શરીર ને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસી નો ઉપયોગ કરવો જોઈએ. અળસીમાં વિટામિન બી ૧, બી ૨, બી ૬, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કોપર, આયર્ન, પ્રોટીન, મેંગેનીઝ, ફોસ્ફરસ સોડિયમ, ઝિંક વગેરે ખનિજો હોય છે જે શરીરને મજબૂત અને રોગમુક્ત બનાવે છે.

અળસી નું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકીએ છીએ. અળસીમાં મળતું ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે અને હ્રદયની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.

અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ૧૫ ગ્રામ અળસીના બીજને ક્રશ કરી , પાંચ ગ્રામ મુલેઠી, ૨૦ ગ્રામ મિશ્રી , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે. અને રાહત મળશે.

અળસીમાં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે.ઘણા લોકોને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. તેવા લોકો ને અળસી નું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસી નું સેવન કરવું જોઈએ. અને બરાબર ચાવીને સેવન કરવું જોઈએ. જો તમારી પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાત ની સમસ્યા હોય છે. અળસી નું સેવન કરવાથી પાચનશક્તિ માં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.

અળસીના સેવન થી ત્વચામાં ચમક,વાળની સુંદરતા બન્ને માટે લાભદાયી છે.તેના માટે પણ રોજ બે ચમચી અળસી નું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે. અળસી માં ફાયબર નું પ્રમાણ હોય છે. જે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ હોય તેને ઓછુ કરે છે.સાથે સાથે હાઈ બ્લડપ્રેશર માં પણ રાહત આપે છે.

જો તમને હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસ ની દવા રાખવાની દવા લેતા હોય તો અળસીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. વધારે પ્રમાણ માં સેવન કરવાથી નુકશાન થાય છે. જો તમને પાઈલ્સ ની સમસ્યા હોય તો અળસી નું સેવન કરવું જોઈએ.અળસી ખાધા પછી વધારેમાં વધારે પાણી પીવું. અળસીમાં વધારે પ્રમાણમાં ફાયબર હોવાથી,જો પાણીની કમી હશે તો પેટમાં ગેસ,એસીડીટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.