યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કોરોના કીટનું વિતરણ

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન કે જે ભારત અને દુનિયાના અલગ અલગ દેશોમાં માનવતાના સશક્તિકરણ માટે કામ કરે છે, તેમણે આજે અમદાવાદમાં શ્રી એકલીંગજી મહાદેવ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને 60 વરસથી વધારે ઉમર વાળા અંદાજિત 100 વડીલોને કોરોનાથી બચવા માટેની કેયર અને હાઈજીન કીટનું ફ્રી વિતરણ યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના અઘ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું.
દરેક કીટમાં…
1. ઇમ્યુનીટી વધારવા માટે ની ખાસ 15 ટેબલેટ ની એક ડબ્બી (1-ટેબલેટ રોજ રાત્રે સુતા પેલા 1-કપ ગરમ પાણી માં નાખી 5 મિનિટ પછી ઓગળી જાય એટલે પી લેવાની) ઘરમાં 2 વડીલો માટે 7 દિવસ નો ડોઝ.
2. એક બોટલ સેનિટાઇઝર અને
3. 2 નંગ ધોવાય એવા ફેસ માસ્ક આપવામાં આવ્યા.

ફ્રી કીટ ના વિતરણ માટે શ્રી એકલીંગજી મહાદેવ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ભટ્ટે શ્રી વિનયભાઈ ભટ્ટનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમ કોવિડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી 25 -25 ના ગ્રુપમાં વડીલોને કીટ આપવામાં આવી અને બધાની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી.

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ભારતમાં અને દુનિયાના ઘણા દેશોમાં ખાસ કરીને, મેડિકલ, યુથ સ્કીલ ડેવેલોપમેન્ટ અને કૉમ્યૂનિટી ડેવેલોપમેન્ટ ના ક્ષેત્રોમાં માનવતાના સશક્તિકરણ માટે કામ કરે છે.