પાડોશી રાજ્યમાં કોરોના વેક્સીન લેનાર વોલેન્ટિયરનુ મોત, તપાસ શરૂ !

ભોપાલની પીપુલ્સ મેડિકલ કોલેજમાં 12 ડિસેમ્બરે કોવેકસિનની ટ્રાયલમાં જેમને રસી મુકવામાં આવી હતી તેવા એક વોલેન્ટિયરનું 10 દિવસ પછી મોત થતા ભોપાલમાં હડકંપ મચી ગયો છે. કોવેકસિનની રસી મુકાવનાર કાર્યકર 47 વર્ષના દિપક મરાવીનું 21 ડિસેમ્બરે મોત થયું હતું. દિપક ટીલા જમાલપુરા વિસ્તારમાં આવેલા સુબેદાર કોલોનીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, તેના પ્રાથમિક રિપોર્ટમાં દિપકના શરીરમાં ઝેર હોવાની પુષ્ટિ થઇ છે, પરંતું રસીને કારણે કે અન્ય કારણોસર મોત થયું તે ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.જો કે રસી લીધા પછી મોત થયાના સમાચારે લોકોમાં ચિંતા વધારી દીધી છે.

ભોપાલમાં કોવિકસની ટ્રાયલ ચાલુ થઇ હતી, જેમાં પીપુલ્સ કોલેજમાં દિપક મરાવીને રસી મુકવામાં આવી હતી, પણ 10 દિવસ પછી તેનું મોત થયું હતું. પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું,જેના પ્રારંભિક રિપોર્ટમાં ઝેર મળવાની પુષ્ટિ થઇ છે. જો કે દિપક મરાવીનું મોત રસી લગાવવાને કારણે કે અન્ય કારણે થયું તેની પુષ્ટિ ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. દિપકના શબના વિસરા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્રારા સ્વદેશી વેકસિન તૈયાર કરવામાં આવી છે, જેનું નામ કોવિકસન રાખવામાં આવેલું છે. કોવેકસિનની ફાઇનલ ટ્રાયલ 7 જાન્યુઆરી પુરી થઇ હતી.

જાણવા મળેલી વિગત મુજબ પોલીસ વિસરાનું કેમિકલ એનાલિસિસ કરાવશે. મૃતક દિપક મરાવીના પુત્ર આકાશે કહ્યું હતું કે તેમના પિતાએ 12 ડિસેમ્બરે રસી મુકાવી હતી, તે પછી 19 ડિસેમ્બરે તેમને અચાનક ગભરાટ અને બેચેની થવા માંડી હતી અને સાથે ઉલ્ટીઓ પણ થઇ હતી. આકાશે કહ્યું કે અમે સામાન્ય બિમારી સમજીને સારવાર ન કરાવી. રસી લગાવવા પછી પિતાએ કોરોના પ્રોટોકોલ મુજબ કામ પર જવાનું બંધ કરી દીધું હતું.

આકાશ મુરાવીએ કહ્યું હતું કે 19 ડિસેમ્બરે પિતાની તબિયત બગડી હતી અને 21 તારીખે તેમનું મોત થયું હતું. તે વખતે તેઓ ઘરમાં એકલા જ હતા. આકાશે કહ્યું કે 21 ડિસેમ્બરે પિતાનું મોત થયું એ દિવસે પીપુલ્સ મેડિકલ કોલેજમાંથી ત્રણ વખત ફોન આવ્યા, પણ રૂબરૂ કોઇ આવ્યું નહી. આકાશે કહ્યું હતું કે તેના પિતા દિપક ભોપાલ ગેસ ટ્રેજેડીના પીડિત હતા.