અસુર વિનાશે તું વિકરાળી
જગ માટે તું મા હેતાળી,
ગોખે બીરાજે ગબ્બર વાળી,
હે જગ જનની માત દયાળી,
કર મહીં મા ત્રિશૂળ ધારી,
વાઘે શોભતી જેની સવારી,
મહિષ મર્દીની ; દેવી દયાળી,
ક્ષણમેં દુઃખ હરતી માત કૃપાળી,
અનંત શક્તિ મા તું ધરનારી,
જીવ માત્ર ને તું સાચવનારી,
અચલ કલમથી વંદન તુજને,
અંબા જગદંબા મા મમતાળી..
ધ્રુવ પટેલ