WhatsApp ન્યૂ પોલિસીઃ તેને એગ્રી કરશો તો પ્રાઇવસી ખતમ, ન કરી તો…

WhatsApp યુઝર્સ માટે નવું વર્ષ નવી શરતો સાથે શરૂ થયું છે. શરતો પણ એવી જેને નહીં માનશો તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. શરતો માનો કે નહીં, આ અંગે વિચારવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય છે. દુનિયાભરમાં 200 કરોડથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ શરતો સાથે જોડાયેલા કેટલાંક સવાલો મગજમાં આવી રહ્યા છે, તો ચાલો તેના જવાબ પણ મેળવી લઈએ.

WhatsApp પર નવા ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીનું અપડેટ સૌ કોઈને મળવા લાગ્યું છે. તેમાં લખ્યું છે કે યુઝર્સે આ પોલિસી એગ્રી કરવી પડશે. આ 8 ફેબ્રુઆરી, 2021થી લાગૂ થઈ રહી છે. આ તારીખે પછી પોલિસી એગ્રી કરવી જરૂરી છે. જો એગ્રી નહીં કરશો તો તમે WhatsApp અકાઉન્ટ વાપરી શકશો નહીં. તેના માટે હેલ્પ સેન્ટર પર વિઝીટ કરી શકો છો. હજુ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે. તેમાં લખ્યું છે કે અમારી સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારે WhatsAppના જે કન્ટેન્ટ અપલોટ, સબમીટ, સ્ટોર, સેન્ડ અથવા રીસિવ કરો છો, કંપની તેને ક્યાંય પણ યુઝ, રીપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસપ્લે કરી શકે છે. આ પોલિસી એગ્રી કર્યા પછી WhatsApp પોતાના 200 કરોડથી વધુ યુઝર્સના ડેટા એક્સેસ કરી શકશે. મતલબ કે આ ડેટાને તે બીજા પ્લેટફોર્મ પર પણ શેર કરી શકશે. નવી પોલિસી નોટિફિકેશનમાં તેણે સાફ લખ્યું છે કે હવે WhatsApp તમારી દરેક સૂચના પોતાની પેરેન્ટ કંપની Facebook અને Instagram સાથે શેર કરશે. મતલબ WhatsApp પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરીને પૈસા પણ કમાઈ શકે છે.