સારા ગુણ કેવી રીતે પ્રાપ્ત કરવા ? એ ગુણો ક્યાંથી પ્રાપ્ત કરવા ?

દરેક વ્યક્તિને આ સંસારમાં શ્રેષ્ઠ બનવું હોય છે. શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે આપણી પાસે સારા ગુણ પણ હોવા જોઈએ. એ ગુણ આપણને ક્યાંથી મળી શકે એ આપણે ચાણક્યના ગ્રંથ “ચાણક્ય નીતિ”માંથી જાણીએ.

ચાણક્ય કહે છે કે જરૂરી નથી કે સારા ગુણ બસ સારા વ્યક્તિ માંથી જ મળી શકે છે. જેમ કાદવમાંથી ફૂલ મળે તો આપણે તેને પ્રાપ્ત કરી લઈ છીએ, જેમ વિષમાં અમૃત મળશે તો આપણે તેને પ્રાપ્ત કરી લઈશું એવી જ રીતે જો દુશ્મન કે ખરાબ માણસમાંથી પણ જો આપણે સારા ગુણ જોવા મળે તો આપણે તેને પ્રાપ્ત કરી લેવા જોઈએ. આપણે તેને પોતાની અંદર ઉતારી લેવા જોઈએ.

આ રીતે દુષ્ટ માણસમાંથી પણ સારા ગુણ પ્રાપ્ત કરી આપણે એક શ્રેષ્ઠ વ્યક્તિ બની શકીએ.