ભારતને કોરોના વેક્સીનને લઇ વધુ એક સારી ખબર મળી શકે છે. ભારત બાયોટેક દેશમાં ટૂંક સમયમાં Nasal વેક્સીનની ટ્રાયલ શરૂ કરવા જઇ રહ્યા છે. નાગપુરમાં આ વેક્સીનના પહેલા અને બીજા ફેઝની ટ્રાયલ કરવામાં આવશે. આ વેક્સીનને નાક દ્વારા આપવામાં આવશે, જ્યારે ભારતની બે વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી મળી ગઇ છે, જેને ઈંજેક્ટ કરીને આપવામાં આવશે.
ભારત બાયોટેકના ડૉ. કૃણ્ષા ઈલ્વા અનુસાર તેમની કંપની વોશિંગ્ટન યુનિવર્સિટીની સાથે કરાર છે. આ નોઝલ વેક્સીનમાં બેના સ્થાને માત્ર એક જ ડોઝ આપવાની જરૂર રહેશે. રિસર્ચમાં જાણ થઇ છે કે આ ખૂબ જ સારો ઓપ્શન છે.
ડૉ. ચંદ્રશેખર અનુસાર આવતા બે અઠવાડિયામાં નોઝલ કોવેક્સીનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. તેના માટે અમારી પાસે જરૂરી પુરાવા છે કે નાક દ્વારા અપાતી વેક્સીન ઈંજેક્ટ કરનારી વેક્સીનથી વધુ યોગ્ય છે. ભારત બાયોટેક ટૂંક સમયમાં આ ટ્રાયલને લઇ DCGI સામે પ્રપોઝલ રાખશે. જાણકારી અનુસાર, ભુવનેશ્વર, પુણે, નાગપુર, હૈદરાબાદમાં પણ આ વેક્સીનની ટ્રાયલ થશે. જ્યાં 18 થી 65 વર્ષના લગભગ 40-45 વોલંટિયર્સની પસંદગી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક હજુ પણ બે ઈન્ટ્રા-નોઝલ વેક્સીન પર કામ કરી રહ્યું છે. બંને વેક્સીન અમેરિકાની છે.
તમને જણાવી દઇએ કે હજુ સુધી જે પણ વેક્સીન બજારમાં આવી છે તેમાં વ્યક્તિના હાથમાં જ વેક્સીન આપવામાં આવે છે. પણ નોઝલ વેક્સીનને નાક દ્વારા જ આપવામાં આવે છે. કારણ કે નાક દ્વારા જ સૌથી વધારે વાયરસ ફેલાવાનો ખતરો રહે છે. એવામાં આ વેક્સીનની કારગર થવાની સંભાવના વધારે છે. વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસનની સ્ટડી અનુસાર, જો નાક દ્વારા વેક્સીન આપવામાં આવે છે તો શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ ખૂબ જ સારી રીતે તૈયાર થાય છે. જે નાકમાં કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનને આવવાથી રોકે છે, જેથી આગળમાં શરીરમાં ન ફેલાય.