ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 93 વર્ષની વયે નિધન !

કોંગ્રેસના પૂર્વ નેતા માધવસિંહ સોલંકી જેમણે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, શનિવારે સવારે તેમનું નિધન થયું. માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. માધવસિંહ સોલંકીએ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. માધવસિંહ સોલંકી 1980માં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) ફોર્મ્યુલા પર ગુજરાતમાં સત્તા પર આવ્યા હોવાનું જાણીતું છે. ગુજરાતમાં 1980 ની ચૂંટણી પૂર્વે માધવસિંહ સોલંકીએ સત્તાના સમીકરણો બદલવા માટે KHAM થિયરી પર સફળતાપૂર્વક કામ કર્યુ હતું. તેઓ વ્યવસાયે વકીલ હતા.

માધવસિંહ સોલંકી રાજનીતિમાં આવ્યાના ટૂંક સમયમાં જ 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1981માં માધવસિંહ સોલંકી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીએ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતની રજૂઆત કરી હતી. માધવસિંહ સોલંકીએ 1985માં રાજીનામું આપ્યું હતું પરંતુ બાદમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 149 જીતીને સત્તા પરત ફર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માધવસિંહ સોલંકી એક પ્રબળ નેતા હતા, જેમણે દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. એક ટ્વિટમાં PM મોદીએ કહ્યું હતું કે, માધવસિંહ સોલંકી જી એક પ્રબળ નેતા હતા, તેમણે ઘણા દાયકાઓ સુધી ગુજરાતના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સમાજની તેમની સમૃદ્ધ સેવા માટે તેઓને યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુ:ખી તેમના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. ઓમ શાંતિ.

PM મોદીએ કહ્યું કે, રાજકારણથી આગળ માધવસિંહ સોલંકીજી વાંચનનો આનંદ લેતા હતા અને સંસ્કૃતિ પ્રત્યે ઉત્સાહિત હતા. જ્યારે પણ હું તેમને મળતો કે તેમની સાથે વાત
કરતો, અમે પુસ્તકોની ચર્ચા કરતો અને તેઓ મને તાજેતરમાં વાંચેલા નવા પુસ્તક વિશે કહેતા. હું હંમેશાં આપણી વાર્તાલાપાની કદર કરીશ.