જીવી જવાશે

તું રહીશ ને સાથે તો જીવી જવાશે, 
જીવતરની આ લડત લડી જવાશે.

હું અને તું રહીશું હંમેશા સંગ સંગ,
સફરના કઠિન રસ્તે ચાલી જવાશે.

ખાલી તારું અને મારું જોશું નહીં,
સૌનો વિચાર મનમાં રાખી જવાશે. 

સમાધાન જીવતરે અપનાવી પછી,
હર સંવાદે મધુરતા ચાખી જવાશે.

છીએ સથવારે હર હંમેશ જગે તો,
ખાલી માણસ માણસ રમી જવાશે.

 નિલેશ બગથરિયા “નીલ”