કોરોનાનો કહેર

કોરોનાએ કહેર મચાવ્યો લોકડાઉનનો સમય લઈ આવ્યો,
માણસ આજે ઘરમાં પુરાયો મુશ્કેલીનો કપરો કાળ બનીને આવ્યો,

વિદેશમાં વસેલાને દેશપ્રેમ જાગ્યો શહેરીને ગ્રામ્ય જીવનનો રંગ લાગ્યો,
કામધંધાથી મુક્ત થયા પરિવારમાં સંયુક્ત થયા,

શહેરી જીવનનો મોહ ભૂલીને વતન ભણીની વાટ લગાવી,
પીઝા,બર્ગર, પાણીપુરી છોડીને ખીચડી કઢીની માયા લગાવી,

પ્રદૂષણ મુક્ત જીવન થયું ને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી,
સ્વાર્થના સંબંધો ભૂલાય ગયાને માનવતાની મહેક ઉઠી,

દોડધામ ભૂલીને પરિવાર સાથે જીવન જીવવાનો સમય આવ્યો,
લોકડાઉન થતાં લાગે છે કે ભુતકાળ આજે ભાનમાં આવ્યો,

પૈસા કમાવામાં ખોવાયેલા વ્યક્તિમાંથી માણસ જડ્યો,
રામાયણ, મહાભારતની સિરિયલથી આઘ્યાત્મિકતાને ન્યાય મળ્યો,

શહેરી રસ્તા સૂમસામ બન્યા ને ઘરે ઘરે અજવાળા થયા,
પશ્ચિમીકરણ વિસરાય ગયું ને સંસ્કૃતિ સચવાઈ ગઈ,

હરીફાઈવાળા જીવનમાં વ્યક્તિમાંથી માનવ જડ્યો,
તેથી જ કદાચ લાગે છે કે કોરોના આજે ‘પોઝિટિવ’ થયો…..