વાટ તારી…

રાહમાં તો જઈ રહ્યાં છે કેટલા,
ફૂલ ક્યાં છે બસ મળ્યાં ત્યાં ઢેખડા.

રાહ જો ને પ્રેમની તો છે ઘણી,
તો’ય એમાં જો મળી છે વેદના.

ઘા કરીને ચાલતાં છે એ અહીં,
જીવ સાથે લઈ ગયા એ ચેતના.

વાટ તારી ક્યારની જોઈ હવે,
ને ન મળવાનાં કર્યા તે પેંતરા.

હાથ પકડી રાખશું એવું કહ્યું,
દૂર જાતે થઈ ગયાં એ વેગળા.

વાતમાં ને વાતમાં બોલી ગયાં,
લાગણીનાં રોટલા એ શેકતા.

પ્રેમ મારો થઈ ગયો તો પારકો,
બસ ક્ષમા કરજે કરું હું ખેવના.

યાદમાં આંસુ વહાવે આંખડી,
આખરે તો થઈ ગયાં જો એકલા.

ના મળી તું આટલી બાધા પછી,
“ધીર” માટે બસ બની તું પ્રેરણા.