દુનિયાનું સૌથી ધની ક્રિકેટ બોર્ડ BCCI નાણાકીય વર્ષ 2018-19ના અંત સુધીમાં 14,489.80 કરોડ રૂપિયાની સાથે એક વિશાળ ક્રિકેટ બોર્ડ બની ગયું હતું અને હવે તેણે પોતાની નાણાકીય ક્ષમતામાં 2597.19 કરોડ રૂપિયા વધારે જોડી લીધા છે. આ આંકડો હાલની બેલેન્સ શીટ અનુસાર છે. જેના અનુસાર IPLના 2018ની સીઝનમાં BCCIને 4017.11 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ, જે 2407.46 કરોડ રૂપિયા છે. બેલેન્સ શીટ જોકે હજુ પણ સાર્વજનિક રીતે બહાર આવી નથી જ્યારે 2019-20નું ખાતુ હજુ પણ તૈયાર નથી.
જોકે, એ ધ્યાન આપવાની વાત છે કે BCCI ઘણાં હાઈપ્રોફાઇલ કેસોમાં સામેલ છે. જેમાં આયકર વિભાગ, પૂર્વ IPL ટીમ કોચ્ચિ અને ડેક્કન ચાર્જર્સ, સહારા, નિયો સ્પોર્ટ્સ અને વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ વગેરેમાં સામેલ છે. જો આ બધા કેસો BCCI વિરુદ્ધમાં જાય છે તો ભારતીય બોર્ડ માટે મુશ્કેલી વધી શકે છે અને તેની કિંમત ચૂકવવી પડશે.
નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન BCCIને બીજી સૌથી મોટી આવક ભારતીય ટીમના મીડિયા રાઇટ્સ દ્વારા થઇ હતી. જે 828 કરોડ રૂપિયા હતા. તે સમયે બોર્ડે 1592.12 કરોડ રૂપિયા ખર્ચ પણ કર્યા હતા. 2014-15ના અંતમાં BCCIની કુલ સંપત્તિ 5438.61 કરોડ રૂપિયા હતી અને 2015-16 દરમિયાન બોર્ડે 2408.46 કરોડ રૂપિયાની ભારે કમાણી કરી, જેથી કુલ સંપત્તિ વધીને 7857.07 કરોડ રૂપિયા થઇ ગયા.
2016-17માં BCCIની કુલ સંપત્તિ 8000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી અને તેની કુલ સંપત્તિ 8431.86 કરોડ રૂપિયા હતી. 2017-18માં બોર્ડે પોતાના મૂલ્યના એક જ વર્ષમાં 3460.75 કરોડ રૂપિયાનો વધારો કર્યો અને તેને પોતાની કુલ સંપત્તિ 11,892.61 કરોડ રૂપિયા સુધી પહોંચાડી. હવે 2018-19ની બેલેન્સ શીટ પૂરી થયા પછી તેની સંપત્તિ વધીને 14,889.80 કરોડ રૂપિયા થઇ છે.
BCCIની કુલ સંપત્તિમાં અન્ય બાબતો ઉપરાંત તેનું બેંક બેલેન્સ, જમા અને અચલ સંપત્તિ વગેરે સામેલ છે. 31 માર્ચ 2019 સુધી કુલ સંપત્તિ 14489.80 કરોડ રૂપિયા હતી. ભારતીય ટીમના મીડિયા અધિકારો વેચવાના કારણે પાછલા અમુક વર્ષોમાં બોર્ડની આવકમાં વધારો થયો છએ. જેમાં ભારતમાં રમાતી દ્વિપક્ષીય ટેસ્ટ, વનડે અને ટી20 મેચો સામેલ છે.