ભારતમાં ઈલેક્ટ્રીક કારનું માર્કેટ ધીમે ધીમે ઝડપ પકડી રહ્યું છે અને ઘણી જાણીતી કંપનીઓ સાથે જ નવી નવી કંપનીઓ પણ ઈલેક્ટ્રીક કાર અને બાઈક લોન્ચ કરી રહી છે. આ કડીમાં વર્ષ 2021માં Hyundai Motor કંપની ભારતમાં એક બીજી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરાવની છે, જેની બેટરી રેન્જ એટલે કે માઈલેજ 500 કિલોમીટરની હશે.
મતલબ Hyundaiની નવી ઈલેક્ટ્રીક કારને સિંગલ ચાર્જ પર 500 કિલોમીટર સુધા ચાલી શકે છે. હાલમાં ભારતમાં Hyundaiની દમદાર Hyundai Kona વેચાણ માટે ઉપલબ્ધ છે. ભારતમાં ઈલેક્ટ્રીક કાર માર્કેટની વાત કરીએ તો અહીં Tata Naxon Evનું ઘણું વેચાણ થઈ રહ્યું છે. જેના પછી MG ZS EV અનેHyundai Kona જેવી કોમ્પેક્ટ SUVની પણ સારી ડિમાન્ડ છે. આ વર્ષે Maruti Suzuki, Tata Motors, Mahindra And Mahindra સહિત બીજી ઘણી કંપનીઓ પોતાની જાણીતી કારને ઈલેક્ટ્રીક વેરિયન્ટની સાથે જ નવી ઈલેક્ટ્રીક કાર પણ લોન્ચ કરવાની છે. આ વર્ષે Tata Altroz Ev, Tata Tigor Ev, EKUV100 અને EXUV300 સહિત અન્ય કારો લોન્ચ થવાની છે. દેશી કંપની Pravaig પણ નવી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે.
વર્ષ 2021ની શરૂઆતમાં દક્ષિણ કોરિયાઈ કંપની Hyundai Motors ગ્રુપના ચેરમેને કંપનીની યોજના અંગે વાત કરતા કહ્યું છે કે આવનારા સમયમાં ઈકો-ફ્રેન્ડ્લી કારો બનાવવા પર જોર આપવામાં આવશે અને આ જ કોશિશમાં ઈલેક્ટ્રીક કારો પણ લોન્ચ કરવામાં આવશે. Hyundaiએ હાલમાં જ ઈલેક્ટ્રીક વેહીકલ પ્લેટફોર્મ E-GMP લોન્ચ કર્યું છે, જેની પર ઈલેક્ટ્રીક કાર ડેવલોપ કરવામાં આવશે.