હાર્વર્ડના પ્રોફેસરનો દાવો- એલિયંસ ધરતી તરફ ફેંકી રહ્યા છે કચરો

હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરનો દાવો છે કે અવકાશમાંથી આવતા પથ્થરો, એસ્ટ્રોઈડ કે ઉલ્કાપિંડ એ એલિયંસ દ્વારા ધરતી તરફ ફેંકવામાં આવેલો કચરો છે. જેને હાર્વર્ડ પ્રોફેસર અવકાશનો કચરો ગણાવી રહ્યા છે. એટલે કે સ્પેસ ગાર્બેજ છે. હાર્વર્ડમાં એસ્ટ્રોનોમી વિભાગના પ્રોફેસર અવી લોએબનું કહેવું છે કે અવકાશથી ધરતી તરફ આવતા ચમકતા પથ્થર એ વાતનું પ્રમાણ છે કે ધરતી ઉપરાંત પણ જીવન છે. આ પથ્થરો એલિયંસ કે અવકાશમાં મોજૂદી બીજી સભ્યતા દ્વારા ફેંકવામાં આવેલો કચરો છે. આ કચરો હવે સંપૂર્ણ અવકાશમાં ફેલાયેલો છે. આ ખબર વાયન નામની વેબસાઇટમાં પ્રકાશિત થઇ છે.

પ્રોફેસરનો દાવો છે કે વર્ષ 2017માં એલિયંસે એક સ્પેસ ગાર્બેજ ફેંક્યું હતું. જેનો ઉલ્લેખ તેમણે પોતાના એક પુસ્તકમાં પણ કર્યો છે. તેમનો એ પણ દાવો છે કે અવકાશના આ ગાર્બેજમાં આપણા સૌર મંડળની યાત્રા કરી, જ્યારે આપણે તેને એક ચમકતો પથ્થર સમજતા હતા.

તેમણે કહ્યું કે, 6 ડિસેમ્બર 2017ના રોજ એક વસ્તુ સ્ટાર વેગાથી નિકળ્યું. આ તારો ધરતીથી 25 પ્રકાશ વર્ષ દૂર છે. જે આપણા સૌર મંડળમાં ઘૂસ્યો અને 9 સપ્ટેમ્બર ના રોજ સૂર્યથી નજીકથી નિકળ્યો. આ જ વસ્તુ શુક્ર ગ્રહની નજીકથી 94790 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પસાર થઇ. ત્યાર પછી તે પેગાસસ નક્ષત્ર પાસેથી પસાર થતા અંધારામાં ગાયબ થઇ ગયું. 7 ઓક્ટોબરના રોજ ફરીથી તે ધરતીનો ચક્કર લગાવતા ગાયબ થઇ ગયું.