એ કવિ જ છે…

શબ્દોની ગીત માળા ગૂંથે છે એ કવિ જ છે,
કલમની સાહી સાથે સંધિ કરે એ કવિ જ છે.

પ્રેમમાં જે લાગણીઓ ભરેને એ કવિ જ છે,
મિત્રતામાં જે યારી ભરે છે ને એ કવિ જ છે.

આ નજરોમાં મ્રુગજળ ભરે એ કવિ જ છે,
ગઝલને મનથી વર્ણવી શકે એ કવિ જ છે.

હાથોમાં સૌનાં સથવારો ભરે એ કવિ જ છે,
હૈયે ઈચ્છાઓનો પ્યાલો ભરે એ કવિ જ છે.

સંબંધમાં હેતનું આંગણ ભરે એ કવિ જ છે,
દિલોમાં રહેવાનું કારણ બને એ કવિ જ છે.

પ્રકૃતિને ચાહવા તારણ બને એ કવિ જ છે,
દુઃખોને કાપવા મારણ બને એ કવિ જ છે.

યાદોમાં આંસુનું વારણ બને એ કવિ જ છે,
સંબંધો જોડવા ઝારણ બને એ કવિ જ છે.

વેદના લખવા આવરણ બને એ કવિ જ છે,
બદનામીઓને જે ધારણ કરે એ કવિ જ છે.

કલમની ચોટે દિલ પાવન કરે એ કવિ જ છે,
“ધીર” બની દર્દને પોતાનું કરે એ કવિ જ છે.

ધિરેનકુમાર કે. સુથાર “ધીર”