શુ તમને અચાનક કંઈક મીઠું ખાવાનું મન થયું છે? તો જલ્દીથી જ શીખો કેવી રીતે બનાવાય જલેબી?
સામગ્રી:-
1) મેંદો.
2) દહીં.
3) એલચી.
4) બેકિંગ પાવડર.
5) ફૂડ કલર.
6) પાણી
7) ખાંડ.
કેવી રીતે બનાવવી ?
1) મિશ્રણ બનાવવા માટે એક વાસણમાં મેંદો, દહીં, એલચી, બેકિંગ પાવડર, ફૂડ કલર અને પાણી ઉમેરો.
2) ત્યારબાદ એક તારની ચાસણી બનાવવો.
3) ત્યારપછી મિશ્રણને કોન આકારના કપડામાં ભરો અને ગરમ ઘીમાં વર્તુળ આકારમાં તળો.
4) પછી તેને ચાસણીમાં નાખી લો. તમારી સ્વાદિષ્ટ જલેબી તૈયાર છે.