ભવિષ્યનું જોવા જતા વર્તમાન સંકટમાં આવી ગયા,
દૂરના લોકોની રાહ જોવા જતાં નજીકના દૂર થઇ ગયા.
લાગણી શું સમજે એ જે શબ્દો પર પાણી ફેરવતા ગયા,
અજવાળાની શોધમાં અંધારાના દીપકને ભૂલતા ગયા.
તડકામાં કાચના ટુકડાને હીરો સમજતા ગયા,
પુસ્તકો વાંચીને સંસારના જ્ઞાનને અવગણતા ગયા.
કડવા અનુભવો જિંદગીનો પાઠ ભણાવતા ગયા,
વસ્ત્રની જેમ સબંધોમાં પણ થીગડું મારતા ગયા.
નિષ્ફતામાંથી નીકળવા સફળતાના તારણો ઘટતા ગયા ,
દુનિયા શું કહેશે એ ડરથી જૂની પગદંડી પર ચાલતા ગયા.
ઈચ્છાઓને મારીને મજબૂરીઓને સાથ આપતા ગયા ,
હસતા કે રડતા બસ આ દિવસો પવનની જેમ ગાળતા ગયા.
– દિશા પટેલ