છલકાય છે

એક શમણું આંખોને અથડાય છે,
જાણે દરિયો કિનારાની પાર છલકાય છે.

અનકહી વાતોને લાગણીઓ પલટી ખાય છે,
જાણે કેટકેટલા રંજ કલમ મહી કાગળો પર અંકાય છે.

કેવી છે કશ્મકશ જિંદગીની આ,
મન ફરી એ જ સ્વપ્ને બંધાય છે.

આલોક સાવલિયા