કારની કિંમતમાં કરવામાં આવેલા વધારો

નવા વર્ષમાં મોટેભાગે તમામ ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાની જાણતી કારની કિંમતમાં વધારો કરી દીધો છે. કિંમત વધારાની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી અને 1લી જાન્યુઆરી 2021થી તમામ કારની કિંમતમાં કરવામાં આવેલા વધારો લાગૂ થઈ ગયો છે. મોટેભાગે દરેક કારમાં 7500 થી લઈને 33 હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. Hyundai Motors પણ તેની પ્રીમિયમ સિડાન Hyundai Verna, મિડ સાઈઝ SUV Hyundai Creta અને Hyundai Venueની સાથે Hyundai Santro, i20 અને Grand i10 Nios સ જેવી હેચબેક અને Hyundai Aura જેવી સિડાન કારની કિંમતમાં વધારો કર્યો છે. તો ચાલો જોઈ લઈએ કંઈ કારમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Hyundai Indiaની પ્રીમિયમ સિડાન Elantra, SUv Tuscan અને ઈલેક્ટ્રીક SUV Kona Evની કિંમતમાં પણ વધારો કર્યો છે પરંતુ તેની કિંમતો હજુ સુધી જાણી શકાઈ નથી. Hyundaiએ તેની સૌથી જાણીતી મિડ રેન્જ SUV Hyundai Cretaની કિંમતમાં 27,335 રૂપિયાનો વધારો કર્યો છે. ભારતમાં Cretaની કિંમત 9.82 લાખથી લઈને 17.33 લાખ રૂપિયા સુધીની છે.


કંપનીએ તેની બીજા પસંદગીની સિડાન કાર Hyundai Vernaની કિંમતમાં પણ વધારો કર્યો છે. કંપનીએ આ કારમાં 32,880 રૂપિયાનો વધારો કર્યો છે. આ સિવાય ભારતમાં Hyundai Vernaની કિંમત 9.03 લાખથી લઈને 15.19 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે ક્રેટા પછીની પોતાની મિડ રેન્જ SUV Hyundai Venueમાં કંપનીએ 25,672 રૂપિયાનો વધારો કર્યો છે. ભારતમાં Venueની કિંમત 6.76 લાખથી લઈને 11.66 લાખ રૂપિયા છે.

આ સિવાય Hyundai કંપનીએ તેની જાણીતી હેચબેક Hyundai Santroની કિંમતમાં પણ વધારો કર્યો છે. નવા વર્ષના પહેલા દિવસથી કંપનીએ આ કારમાં 9112 રૂપિયાનો વધારો કર્યો છે. આ કાર 4.64 લાખ થી લઈને 6.32 લાખ રૂપિયા વચ્ચે મળે છે. તેની સાથે Hyundai Grand i10 Niosના ભાવમાં પણ કંપનીએ 8652 રૂપિયા અને તેના CNG વેરિયન્ટની કિંમતમાં 14,556 રૂપિયાનો વધારો કર્યો છે.

Hyundai Auraની વાત કરીએ તો કંપનીએ આ કાર પર 11,745 રૂપિયા અને CNGવાળી ગાડી પર 17,988 રૂપિયાનો વધારો કર્યો છે, માર્કેટમાં આ કાર 5.86 લાખથી લઈને 9.29 લાખ રૂપિયા વચ્ચેની કિંમતે મળે છે, જ્યારે પોતાની પ્રીમિયમ હેચબૈક i20ની કિંમતમાં 7521 રૂપિયાનો વધારો કર્યો છે. હાલમાં Hyundai i20ની કિંમત 6.8 લાખથી 11.34 લાખ રૂપિયા વચ્ચેની છે.