PM નરેન્દ્ર મોદી, 2 જાન્યુઆરી 2021 ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 કલાકે IIM સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ રમેશ પોખરીયલ ‘નિશંક’, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપચંદ્ર સારંગી પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ, IIM સંબલપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સહિત 5000 થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.
IIM સંબલપુર એ ફ્લિપ કરેલા વર્ગખંડના વિચારને અમલમાં મૂકનાર પ્રથમ IIM છે જ્યાં મૂળભૂત વિચારો ડિજિટલ મોડમાં શીખવવામાં આવે છે અને ઉદ્યોગ ને જીવંત પ્રોજેક્ટ્સ દ્વારા વર્ગમાં પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાએ એમબીએ (2019-21) બેચમાં 49% અને એમબીએ (2020-22) બેચમાં 43% વિદ્યાર્થીનીઓ સાથે ઉચ્ચતમ લિંગ વિવિધતાના સંદર્ભમાં અન્ય તમામ IIMને પણ પાછળ છોડી દીધી છે.