પણ

એક તરફ ગુલાલ પણ,
એક તરફ ધમાલ પણ.

ભીંત ઘરને સાચવે,
આદમી સવાલ પણ.

એક ખુશી,ને છુટછાટ,
મોજ ને બબાલ પણ.

રોશની ઢળી ગઈ..,
કાવ્યમાં ખયાલ પણ.

એજ છે રડાવનાર,
એજ છે રૂમાલ પણ.

ઝટ કરી પ્રવેશ દે!,
ઝટ કરી નિકાલ પણ.

સાગરોમાં મોજ સમ,
ક્ષણ પછી ઉછાલ પણ.

“વૅલકમ” લખેલ ત્યાં,
મન જતાં મલાલ પણ.

સિદ્દીક ભરુચી