તારો સ્પર્શ

હૃદયમાં સ્પંદનોનો ઝંઝાવાત જગવે તારો સ્પર્શ,
ભાવનાનાં સાગરમાં સુનામી લાવે તારો સ્પર્શ. 

ધગધગતી બપોરના વડલાની છાંય તારો સ્પર્શ,
પહેલા વરસાદના છાંટા છે તારો સ્પર્શ.

કડકડતી ટાઢમાં ઉષ્મા ની રજાઈ તારો સ્પર્શ,
ઘોર અંધારી રાતમાં આશા નો દિપ તારો સ્પર્શ.  

તૃષ્ણા ના મૃગજળમાં તૃપ્તિ આપે તારો સ્પર્શ, 
એક રજકણ ને મોતી બનાવે તારો સ્પર્શ.

 જીંદગીને વધુ સોહામણી બનાવે તારો સ્પર્શ.
માસુમાને માસુમા બનાવે તારો સ્પર્શ.

માસુમા ઉમતિયા