દેશની રાજધાનીમાં પહેલું વેક્સિનેશન સેન્ટર સાઉથ દિલ્હીના શ્રીનિવાસપુરી વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ પ્રમાણે દક્ષિણી દિલ્હી નગર નિગમના મેટરનિટી હોમમાં આ વેક્સિનેશન સાઈટ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આખા દિલ્હીમાં 1000 થી વધુ વેક્સિનેશન સાઈટ બનાવવામાં આવી રહી છે.
વેક્સિનેશન સાઈટ પર વેક્સિન આપવાનું કામ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. લાભાર્થી એટલે કે જે લોકોને વેક્સિન લગાડવામાં આવશે અથવા જેમનું નામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં છે, તેમને અલગ અલગ સમય પર વેક્સિનેશન સાઈટ પર બોલાવવામાં આવશે જેથી ભીડ ન થાય. વેક્સિન માટે વેક્સિનેશન સાઈટ પર પોતાનું આઈડી કાર્ડ લઈ જનું દરેક માટે ફરિજયાત છે.
આ વેક્સિનેશન સાઈટમાં ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે, એક વેટિંગ રૂમ એરિયા, બીજો વેક્સિનેશન રૂમ એરિયા અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ એરિયા છે. એક વેક્સિનેશન સાઈટ પર ટ્રેનિંગ મેળવેલા 5 સભ્યોની ટીમ હાજર રહેશે. જેમાં એક વેક્સિનેટર ઓફિસર-જે ડૉક્ટર, નર્સ અથવા ફાર્માસીસ્ટ હશે, તે સિવાય એક પોલીસ વેક્સિનેશન ઓફિસર, બીજો વેક્સિનેશન ઓફિસર જે તમારા આઈડી કાર્ડની તપાસ કરશે અને બીજા બે વેક્સિનેશન ઓફિસર બાકીના સ્ટાફ અને ભીડને મદદ કરશે.
વેઈટિંગ એરિયામાં વેક્સિન લગાવનારા લોકોએ પ્રી-રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. વેક્સિનેશન સાઈટ પર રજીસ્ટ્રેશન અને આઈડી મેળવવા માટે અલગ અલગ ડેસ્કની સાથે ઓફિસર નિયુક્ત કરવામાં આવશે. રજીસ્ટ્રેશન ડેસ્કની પાછળ વેક્સિનેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વેક્સિનેટર ઓફિસર વેક્સિન લગાવશે. વેક્સિનના સ્ટોરેજ માટે ડીપ ફ્રીઝરની પણ વ્યવસ્થા પણ આ રૂમમાં કરવામાં આવી છે.
વેક્સિન લગાવ્યા બાદ સાઈટમાં બનેલા ઓબ્ઝર્વેશન રૂમમાં જવું પડશે. ઓબ્ઝર્વેશન રૂમ એટલે કે વેક્સિન લગાવ્યા પછી લાભાર્થીને 30 મિનિટની રાહ જોવી પડશે. આ રૂમમાં પાણીની અને ટોયલેટની સુવિધા રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈને મુશ્કેલી થાય તો તેના માટે એમ્બ્યુલન્સની સગવડ પણ રાખવામાં આવી છે.