Himalayan 2021 : નવા લૂક અને સ્માર્ટ ફીચર્સ સાથે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત

દેશી કંપની Royal Enfield આગામી વર્ષે એટલે કે 2021માં પોતાની પસંદગીની અને જાણીતી એડવેન્ચર સેગમેન્ટની બાઈક Royal Enfield Himalayan 2021ને નવા અવતારમાં લોન્ચ કરવાની છે. નવી Royal Enfield Himalayan શાનદાર લૂક અને નવા કલર સાથે જ સ્માર્ટ કનેક્ટિવીટીની સાથે આવી રહી છે. જેમાં ટ્રીપર નેવિગેશન સિસ્ટમ, USB ચાર્જર જેવા ફીચર્સ પણ જોવા મળી શકે છે. હાલમાં જ Royal Enfield Himalayan 2021ને ચેન્નાઈના રસ્તાઓ પર ટેસ્ટીંગ દરમિયાન જોવામાં આવી હતી.

મતલબ કે તમે તમારા સ્માર્ટફોનને એપ દ્વારા બાઈક સાથે કનેક્ટ કરી શકો છો અને કેટલીક ખાસ સુવિધાનો પણ લાભ ઉઠાવી શકશો. ખાસ કરીને ટ્રીપર નેવિગેશન સિસ્ટમ દ્વારા રાઈડરને દરેક મોડની જાણકારી મળે છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે એટલે કે 2021માં માર્ચ અથવા એપ્રિલ મહિનામાં Royal Enfield Himalayan બાઈકને લોન્ચ કરવામાં આવશે.

Royal Enfield Himalayanમાં પહેલાની જેમ જ 411 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું હશે, જે 24.3 bhpનો પાવર અને 32 nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. 5 સ્પીડ ગિયરબોક્સની સાથે લોન્ચ આ બાઈકની ભારતમાં કિંમત હાલમાં 1.86 લાખથી લઈને 1.91 લાખ રૂપિયા સુધીની છે. જે લોકોને લાંબા અંતરની દૂરી કરવી હોય છે તેવા લોકો આ બાઈકને ઘણી પસંદ કરે છે, તેની સાથે એડવેન્ચર બાઈકનો શોખ ધરાવતા લોકોની ટોપ બાઈક છે.

કંપનીએ ગયા નવેમ્બર મહિનામાં Royal Enfield Himalayanના 1550 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જે 95 ટકા વાર્ષિક ગ્રોથની સાથે છે. ભારતમાં એડવેન્ચર સેગમેન્ટની બાઈકમાં KTM 250 અને Bajaj Dominar 400ની સાથે RE હિમાલયનનો પણ જલવો છે. રોRoyal Enfield આગામી વર્ષે Next Generation Classic 350ની સાથે Inetrceptor 350 જેવી બાઈક પણ લોન્ચ કરવાની છે. તેની સાથે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે તે આગામી 7 વર્ષો સુધી 4 નવી બાઈક લોન્ચ કરશે, જે દરેક અલગ અલગ સેગમેન્ટની હશે. કંપની આ માટે દેશ-વિદેશમાં કેમ્પેઈન પણ ચલાવવાની છે. સાથે જ હાલના મહિનાઓમાં વિદેશોમાં પણ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે, જેના દ્વારા કંપની પોતાનો વિસ્તાર કરવાની કોશિશમાં છે.