કલર્સના વિશેષ વખરા સ્વાગ સાથે નવા વર્ષનું કાઉન્ટ ડાઉન શરુ થાય છે

કલર્સના મોજ, મસ્તી, નાચ અને સંગીત સાથે અગાઉ ક્યારેય ના ગયા હો એવા અંદાજ સાથે 31મી ડિસેમ્બરે ચિંતાઓ છોડો અને નવા વર્ષની ઉજવણી કરતાં નવા વર્ષ 2020 માં પ્રવેશો. આ ઊજવણી શરુ કરવા એની લોકપ્રિય સીરીયલો છોટી સરદારની, વિદ્યા, શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી, શુભારંભ, બેપનાહ પ્યાર અને બહુ બેગમ ના કલાકારો કેટલાક આઈકોનિક ગીતો પર પરફોર્મ કરશે.

મેહર અને સરબજીતની ક્લાસિક પ્રેમ કહાની

સરબજીત (અવિનેશ રેખી) અને મેહર (નીમરિત કૌર અહલુવાલિયા) એકબીજા સાથે ચર્ચા કરે છે કે તેમનું વર્ષ કેવું ગયું જ્યારે સરબજીત મેહારને તેની નવા વર્ષની ઈચ્છા વિષે પૂછે છે. મેહર ક્લાસિક લવ-સ્ટોરીઝ પ્રત્યે તેનો પ્રેમ જણાવે છે અને એક સપનું જુએ છે જ્યાં રાજ કપૂર અને નરગીસની એક્ટિંગ પુનઃ કરતાં ‘ફિર મિલેંગે ચલતે ચલતે’ પર ડેન્સ કરવાનું સપનું જણાવે છે.  

વિદ્યા એક મૂક પક્ષીની જેમ ડેન્સ કરે છે

વિદ્યા (મીરા દેવસ્થળે) સ્કૂલના વર્ગમાં છે જ્યાં બાળકો તેની સાથે તેઓની નવા વર્ષની મહેચ્છાઓ અંગે ચર્ચા કરે છે. ત્યાર બાદ બાળકો વિદ્યાને તેની ઈચ્છા અંગે પૂછે છે ત્યારે તે જણાવે છે કે તે પોતે બધા બંધનોમાંથી મુક્ત થઇ કોઈ જોતું ણા હોય ત્યારે ડેન્સ કરવા માંગે છે. એ પછી વિવેક (નમીષ તનેજા) સાથે સૌદા ખરાની ધૂન પર ડેન્સ કરતી હોય તેવું સપનું જુએ છે.

હીર સૌમ્ય અને હરમનના પરફોર્મન્સ પર રોમેન્ટિક ગીત આપે છે

સૌમ્ય (રૂબીના દિલિક) અને હીર નવા વર્ષની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સૌમ્ય તેને નવા વર્ષની ઈચ્છા પૂછે છે. હીર પોતાના મનમાં જે છે તેનું વર્ણન કરવા લાગે છે, જે એક સપનાની સિક્વન્સ છે અને એ વિચારે છે કે પાર્શ્વભૂમાં ‘મૈ અગર કહું…’ની ધૂન વાગે છે અને સૌમ્ય અને હરમાન રોમેન્ટિક સેટ અપમાં છે.

રાજા રાણીની ઊંટની સવારીની ઈચ્છા પૂરી કરે છે

રાની (મહિમા મકવાણા) થોડી અસ્વસ્થ છે અને એક ખૂણામાં એકલી બેઠી છે. રાજા (અક્શિત સુખીજા) આ વાત નોંધે છે અને અને આ એકલતાનું કારણ પૂછે છે. રાણી કહે છે કે એના બાળપણથી એક ઈચ્છા હજુ પૂરી થઇ નથી અને એ છે ઊંટની સવારી. રાજા તરત જ મેળા જેવું વાતાવરણ પેદા કરે છે અને ઢોલના અવાજો પેદા કરી ઉજવણીનો માહોલ બનાવે છે. રાજા એક ઊંટ લાવે છે અને બંને એના પર સવારી કરે છે. રાની હવે તેઓ શુભારમ્ભાના ગીત પર ગીત ગાતાં હોય તેવું સપનું જુએ છે.  

નૂર અને શાયરા તેમના મતભેદો બાજુ પર મૂકે છે

નૂર (સમીક્ષા જયસ્વાલ) અને શાયરા (દીન ખાન) અચંબિત પરફોર્મન્સ સાથે નવા વર્ષના આરંભની ચર્ચા કરે છે અને અને તેઓ ડોળા રે ડોળા પર નાચતા હોવાની કલ્પના કરે છે

રઘબીર સાથે થોડો ગુણવત્તાભર્યો સમય પસાર કરવાની પ્રગતિની ઈચ્છા પૂરી થાય છે

રઘબીર (પર્લ વી પૂરી) અને પ્રગતિ (ઈશિતા દત્તા) નવા વર્ષની પાર્ટીમાં જવા તૈયાર થાય છે જ્યાં રઘબીર પ્રગતિને બાર ને ટકોરે એક નેકલેસ ભેટ આપવાનું પ્રયોજે છે. બીજી બાજુ પ્રગતિ રઘબીર સાથે થોડો ગુણવત્તાભર્યો સમય પસાર કરવાની ઈચ્છા ધરાવે છે , અગાઉના તેઓના બધા જ મતભેદો અને ગેરસમજૂતી ભૂલીને. એ પછી એ કલ્પના કરે છે કે ‘દિલ દિયા ગલ્લાં ….’ ની ધૂન પર તે રોમાન્સ પુનઃ છતો કરતી નાચે છે.

એક ધમાકા સાથે આવકારો 2020 નવું વર્ષ 31મિ ડીસેમ્બર 2019 ના રોજ સાંજે 7:00 વાગ્યાથી આરંભ.