અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં એક કંપનીના ડાયરક્ટરે બિલ્ડિંગના સાતમા માળેથી કુદી આપઘાત કર્યો.
કોરોના સંક્રમણમાં આપઘાતના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. મંદીના માહોલમાં સૌ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી રહ્યા છે. આવું જ આ વ્યક્તિ સાથે પણ થયું. કંપની બરાબર ન ચાલવાને કારણે તેને આપઘાત કર્યો. ડોક્ટરોની ટીમ દ્વારા જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમમાં આ મુજબનું કારણ સામે આવ્યું.
આ વ્યક્તિનું નામ અંકિત હતું. પોલીસનું કહેવું છે કે લગભગ તો આત્મહત્યાનું આ જ કારણ હતું. પણ ચોક્કસ વિગત હવે શોધવામાં આવશે.