કોથમીરમાં ડાયટ્રી ફાઈબર અને ઔષધીય ગુણ હોય છે. અને કોથમીરની તાસીર ઠંડી હોય છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાને દૂર કરવામાં જબરું કામ કરે છે કોથમીરનું સેવન.
કોથમીરને વાનગીમાં ઉપયોગ કરવામાં આવે જ છે પણ એ સાથે કોથમીરને એક અલગ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કોથમીરના પાણીનું સેવન. જી હા, કોથમીરનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને થાઈરોઈડ કે વજન ઓછું કરવામાં તો રામબાણ ઈલાજ ગણાય છે. સવારે ઉઠતાની સાથે જ કોથમીરના પાણીનું સેવન આપી શકે છે બહુ જ ફાયદા. તો કોથમીરનું પાણી કેવી રીતે બનાવવું અને તેના ફાયદા વિષેની વધારાની માહિતી જાણવા માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
કોથમીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયા તેજ કરવાની તાકાત હોય છે. શરીરમાં જમા થયેલ ફેટને બર્ન કરવા માટે કોથમીરનું પાણી સારું રહે છે. સાથે શરીરમાં મૌજુદ કોલેસ્ટ્રોલના ઊંચા લેવલને આ પાણીથી ઓકે કરી શકાય છે. આ પણ વધારે વજનને ઉતારવા ઇચ્છતા હોય તો આજથી અહીં જણાવ્યા મુજબ કોથમીરના પાણીનું સેવન શરૂ કરો.
પાચનની સમસ્યા ઘણા વ્યક્તિઓને હોય છે અથવા થોડું જમતાની સાથે જ પેટ એકદમ ભરાય ગયાનો અહેસાસ થવા લાગે છે. આ સમસ્યાના નિવારણ માટે કોથમીરનું પાણી મદદ કરી શકે છે. કોથમીરના પાણીમાં વિટામીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નની માત્રા હોય છે, જે પાચનની સમસ્યાને દૂર કરવા માટે મદદરૂપ થાય છે.
કોથમીરનું પાણી બહુ જ ફાયદાકારક છે સાથે બેસ્ટ ડીટોક્સ વોટર માનવામાં આવે છે. એનું કારણ એ છે કે કોથમીર શરીરમાં રહેલા ઝેરી પધાર્થોને દૂર કરી શકે છે તેમજ શરીરને અંદરથી ડીટોક્સ કરી શકે છે. લીવરને સાફ કરવામાં કોથમીર પાણી બેસ્ટ રહે છે. અમુક પ્રકારના બેક્ટેરિયા અને ફંગલ સંક્રમણને દૂર કરવામાં પણ કોથમીરનું પાણી કામ કરે છે.
કોથમીર પાણી બનાવવાની વિધિ :
– એક વાસણમાં પાણી ઉમેરો અને તેમાં કોથમીરની ડાળખીઓને પલાળી દો.
– આખી રાત કોથમીરને પલાળવા દો. બીજા દિવસે સવારે પાણીને ગાળી લો.
– હવે આ પાણીમાં લીંબુનો રસ થોડી માત્રામાં ભેળવો અને એ જ પાણીનું સેવન ભૂખ્યા પેટે કરો.