અયોધ્યામાં બનનારી મસ્જિદની ડિઝાઈન તૈયાર, 26 જાન્યુઆરીએ થશે નિર્માણની શરૂઆત

સુન્ની સેન્ટ્રલ બોર્ડના ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાના ધન્નીપુરમાં બનનારા મસ્જિદની ડિઝાઈન જાહેર કરી દીધી છે. દિલચસ્પ વાત એ છે કે ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલી મસ્જિદના ઈંડાકાર ડિઝાઈનમાં કોઈ ગુંબજ નથી. ભવ્ય રીતે બનનારી આ મસ્જિદની લેઆઉટ અને ડિઝાઈન સૌ કોઈ માટે જાહેર કરી દેવામાં આવી છે.

અસલમાં ધન્નીપુરમાં પ્રસ્તાવિત મસ્જિદની ડિઝાઈનને લઈને શનિવારે થયેલી બેઠકમાં ફાઉન્ડેશનના દરેક સભ્યોની સાથે આર્કિટેક્ટ પણ સામેલ થયા હતા. જે લોકો બેઠકમાં સામેલ નહીં થઈ શક્યા તેઓને વર્ચ્યુઅલ રીતે બેઠકમાં જોડવામાં આવ્યા હતા. બેઠકમાં મસ્જિદ નિર્માણ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, કોમ્યુનિટી કિચન અને મ્યુઝીયમ વગેરેની ડિઝાઈન પર પણ મોહર મારી હતી.

મસ્જિદને લઈને શિલાન્યાસ કોના હાથેથી થશે, મસ્જિદના નિર્માણને કંઈ રીતે આગળ વધારવામાં આવશે આ બધા મુદ્દાઓ પર બોર્ડે ઘણા હદ સુધી નિર્ણયો લઈ લીધા છે, પરંતુ તેની જાહેરાત સમય આવવા પર કરવામાં આવશે. ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન જ તેની દેખરેખ કરી રહ્યું છે. મસ્જિદ પરિસરમાં મસ્જિદ અને શોધ સંસ્થા સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાર્વજનિક ભોજનાલય અને કુતુબખાના એટલે કે આધુનિક પુસ્તકાલય પણ બનાવવાની યોજના છે.

ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈનના કહેવા પ્રમાણે 5 એકર જમીનના કેન્દ્રમાં 300 બેડવાળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે. તે સિવાય જે મસ્જિદ બનાવવામાં આવશે તેમાં એક સાથે બે હજાર લોકો નમાઝ અદા કરી શકશે. મસ્જિદનો આકાર ગોળ એટલે કે વર્તુળાકાર રાખવામાં આવ્યો છે. આગામી 26 જાન્યુઆરીના રોજ અયોધ્યાની ચૌદ્દહીમાં આવેલા ગામ ધન્નીપુરમાં મસ્જિદ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે.

યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના સૂત્રોના કહેવા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આપવામાં આવેલી 5 એકર જમીન પર મસ્જિદ પરિસરનું નિર્માણશરૂ કરવાની બધી તૈયારીયો અંતિમ ચરણમાં છે. નક્શો પણ તૈયાર કરી લેવામાં આવી ગયો છે. હવે શિલાન્યસની ઔપચારિકતાની સાથે મસ્જિદ પરિસરમાં અન્ય ભવનોના નિર્માણની પણ શરૂઆત થશે. બાબરી મસ્જિદના કેસમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભગવાન રામના મંદિર નિર્માણનો ઓર્ડર આપ્યો હતો, જ્યારે મસ્જિદ બનાવવા માટે અલગ જગ્યાએ 5 એકરની જમીન આપવામાં આવી હતી.