અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૂધ સ્પેશિયલ ટ્રેન ચલાવીને રેકોર્ડ 10.06 કરોડ લિટર દૂધ લોડ કરીને એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે પાલનપુરથી હિન્દ ટર્મિનલ (પલવલ) સુધી ભારતીય રેલવે દ્વારા સૌથી વધુ 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો હાલના કોરોના સમય દરમ્યાન ચલાવીને આવશ્યક ચીજવસ્તુઓની અવિરત પુરવઠો ચાલુ રાખવામાં આવ્યો છે. મંડલે ગયા વર્ષ 2019-20માં 110 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું, જેમાં વધારો કરતા વર્ષ 2020 – 21માં અત્યાર સુધીમાં 132 રેક ચલાવીને 10 કરોડ લિટરથી વધુ દૂધ પૂરા પાડવામાં આવ્યું છે, જે સંપૂર્ણ ભારતીય રેલવેમાં એક રેકોર્ડ છે. આ સાથે મંડલે ગયા વર્ષે રૂ .12.39 કરોડની તુલનામાં રૂ. 5 કરોડ વધુ 17.44 કરોડની આવક મેળવીને તેની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

દિપક ઝાના કહેવા મુજબ, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનું અગ્રણી મંડળ છે જ્યાંથી મહત્તમ દૂધની ટ્રેનો ચલાવીને લોકોની જરૂરિયાતો પૂરી થાય છે, સાથે સાથે આવક પણ થઈ રહી છે. તેમણે આ સિધ્ધિ બદલ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. જેના અથાક પ્રયત્નોથી આ શક્ય બન્યું છે.