માઉન્ટ આબુમાં ઠંડીનો ખૂબ પ્રકોપ જોવા મળ્યો છે. ત્યાંનું તાપમાન માઇનસ 1 ડિગ્રી પર જોવા મળ્યું છે. ત્યાંના વાસીઓને ખૂબ ઠંડીનો અનુભવ કરવા મળ્યો હતો.
ઠંડીના કારણે ત્યાં બરફની ચાદર પણ છવાઈ ગઈ હતી. ત્યાંની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઘરની આજુબાજુ પણ બરફ હતો જેનો તે લોકોએ ખૂબ આનંદ માણ્યો હતો.
ઠંડીથી બચવા માટે ત્યાંના લોકો તાપણા લીએ છે તથા ગરમ કપડાં પહેરે છે.
ભારતમાં બધી જ જગ્યાએ ઠંડી ખૂબ જ વધી છે. ગુજરાતમાં ઠંડી હજુ વધવાની આગાહી પણ કરવામાં આવી છે.