મારાં કામ થી લોકોને પ્રેરણા મળવી જોઈએ : માનસી બારોટ

 25 જેટલાં હુન્નર ધરાવતી રાજકોટ ની આ યુવતી અનોખું ટેલેન્ટ ધરાવે છે.

મેહનત,અથાત પરિશ્રમ અને લગન હોય તો માણસ કઈંક પણ કરી શકે છે… એવુ જ એક ઉદાહરણ મૂળ રાજકોટ ની માનસી બારોટ 25 જાતના હુન્નર ધરાવતી યુવતી છે. માનસી બારોટ એ ખુબ જ નાની ઉંમર માં અલગ અલગ ક્ષેત્ર માં 25 જેટલાં હુન્નર ધરાવે જેવા કે, “મોડલિંગ, એન્કરિંગ, જજ શો, ફેશન ડિઝાઇન, પોએટ, લેખક, ફોટોગ્રાફી, એડિટિંગ, ઇન્સ્ટ્રાગ્રામ શો,  લાઈવ, કુકીંગ, ચેસ પ્લેયર, બ્યુટિશિયન અને  બીજું ઘણું બધું એક જ વ્યક્તિ માં જોવા મળે ખુબ નવાઈ ની વાત લાગે.

માનસી બારોટ એ હમણાં સુધી એક્ટ્રેસ કમલી ઇશ્ક દી શો અને ઝી પંજાબી ચેનલ હબીબ સર, બૉલીવુડ એક્ટર હોસ્ટ લીઝા બિન્દ્રા, ફેમસ મેકર ગુજરાતી ધ્વનિ ગૌતમ, અમૉક શર્મા મ્યુઝિશિયન લંડન, બીજા ઘણાં ઇન્ટરવ્યૂ માનસી એ કર્યા છે. માનસી બારોટ એ “મિસ ક્યોરેન્ટાઇન મોડલ 2020”, મિસ ગલિમ્પસ ઓફ ફાયર 2020, મિસ ઇલાઇટ ગ્લેમર્સ 2020 અને મિસ કવિન ઓફ ટેલેન્ટ્સ બાય મિસ ઇન્ડિયા 2019 ના ટાઇટલ જીતી ચુકી છે. માનસી એ વાત કરતા જણાવ્યું કે, “મારે દેશ ને સાબિત કરવું છે જો આપણા માં ક્ષમતા હોય તો લાઈફ માં બધું કરી આગળ વધી શકાય છે. મારો મુખ્ય ઉદેશ એ છે કે, લોકોને મારાં કામ થી પ્રેરણા મળે.