અઢી વર્ષના બાળકનું કરાયું અંગદાન !! ક્યાં ક્યાં અંગ દાન કર્યા ?

આ બાળક રમતા રમતા બીજે માળેથી નીચે પડી ગયું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયું. જ્યાં ખબર પડી કે તેને બ્રેન હેમરેજ થયું છે. ત્યારબાદ તેનું મોત થયું. આ બાળકના ઘણાં અંગ દાન કરાયા. તેની આંખ, ફેફસા, લીવર, કિડની, હૃદય જેવા અંગો દાન કરવામાં આવ્યા. તેણે ઘણાં લોકોને નવું જીવન આપ્યું. સુરતની એક સંસ્થા દ્વારા બધી પ્રોસેસ કરવામાં આવી હતી.

આ શિશુ દ્વારા કુલ સાત વ્યક્તિઓને નવું જીવન મળ્યું. પરિવારના આ નિર્ણયને સૌ ખૂબ વાહ-વાહી આપે છે. આ કિસ્સો કેટલાં લોકો માટે પ્રેરણાદાયક બની શકે.