નવા વર્ષે 1 જાન્યુઆરીથી બેંકોની આ સિસ્ટમમાં આવશે ફેરફાર, તે પહેલા જાણી લો

નવા વર્ષના પહેલાં દિવસથી એટલે 1લી જાન્યૂઆરી 2021થી બેકીંગ સીસ્ટમમાં વધુ એક નવો બદલાવ આવી રહ્યો છે. ચેકના માધ્યમથી થતા ફ્રોડને રોકવા માટે નવી વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. જેમાં 5 લાખથી ઉપરની રકમના બધા ચેક પોઝિટિવ પે ચેકથી જ આપવામાં આવશે, એટલું જ નહીં પણ ગ્રાહકે ચેક બનાવતી વખતે પોતે બેંકને રૂપિયા ઉપાડનારની માહિતી આપવી પડશે.ચેક આપનાર અને ચેક મેળવનારની સંમતિ મળ્યા પછી જ બેંક ચેકનું કલીયરીંગ કરશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેકીંગ ક્ષેત્રમાં વધી રહેલાં ફ્રોડને રોકવા માટે પોઝિટીવ પે ચેક શરૂ કરવાનું નક્કી કર્યું છે. એ મુજબ 50,000ની ઉપરની રકમના ચેક માટે બે વખત પુષ્ટિની જરૂરિયાત ઉભી થશે. જો કે 50,000ની 5 લાખની અંદરના ચેક માટે ગ્રાહક ઇચ્છે તો જ બદલાવની સુવિધા લઇ શકશે. પણ 5 લાખની ઉપરની રકમના ચેક માટે પોઝિટીવ પે ચેક ફરજિયાત રહેશે.

તમે વિચારશો કે પોઝિટીવ પે ચેક સીસ્ટમ કેવી રીતે કામ કરશે. તો એમાં એવું હશે કે ચેક જારી કરનાર વ્યકિતએ એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેકીંગ અથવા એટીમ દ્રારા ઇલેકટ્રોનિક રીતે આ માહિતી આપી શકશે. બેંકને આ માહિતી મળ્યા પછી ચેકની ચુકવણી પહેલાં ક્રોસ ચેક કરવામાં આવશે. જો એમાં કોઇ ગરબડ હોવાનું માલુમ પડશ તો ચેક ટ્રાન્ઝેકશન સીસ્ટમ (સીટીએસ) બનેં બેંકોને માહિતી આપશે એટલે ગરબડ થતા અટકી જશે.બનેં બેંકો એટલે ચેક લખનાર અને જેમના નામે ચેક લખ્યો છે તેમની બેંક. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોઝિટીવ પે ચેકની સુવિધા વિકસિત કરશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગર્વનર શકિતકાંત દાસે ઓગસ્ટ મહિનામાં મળેલી એક બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો હતો. ગ્રાહકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોઝિટિવ પે ના નવા નિયમ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ બેંકનો દુરપયોગ રોકવાનો છે. છેલ્લાં ઘણા સમયથી બેંકીંગ ક્ષેત્રમાં ચેકના માધ્યમથી ફ્રોડ થવાના કિસ્સા વધી રહ્યા છે તેને રોકવા આરબીઆઇ નિયંત્રણ મુકવા માંગે છે.