મેરિટનેશને અમદાવાદમાં પ્રીમિયમ વપરાશકારોમાં ગણનાપાત્ર વૃદ્ધિ નોંધાવી; લાઇવ ક્લાસના વપરાશમાં 5 ગણી વૃદ્ધિ

  • તાજેતરના મહિનાઓમાં પ્રીમિયમ વપરાશકારોના લાઇવ ક્લાસની મિનિટોમાં 5X વૃદ્ધિ નોંધાઈ
  • ગણિત અને વિજ્ઞાનમાં અનુક્રમે 4x અને 5X વૃદ્ધિ નોંધાઈ
  • ધોરણ 9 અને 10માંથી અનુક્રમે 6 X અને 8X વૃદ્ધિ નોંધાઈ

કોવિડ-19ના અચાનક ઉદભવના કારણે થયેલા વિક્ષેપથી શિક્ષણ પદ્ધતિ ઓફલાઇનથી સંપૂર્ણપણે ઓનલાઇનમાં રૂપાંતરિત થઈ ગઈ છે. એડ્ટેક ક્ષેત્રની વૃદ્ધિ પર સવાર થઈને ભારતીય એડ્ટેક કંપની, મેરિટનેશને ગુજરાતમાં અમદાવાદ શહેરના પેઇડ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ ગણનાપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. મેરિટનેશન એ પરીક્ષાની તૈયારીના ક્ષેત્રમાં અગ્રેસર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)ની પેટાકંપની છે.

મેરિટનેશને તાજેતરના મહિનાઓમાં શહેરના પ્રીમિયમ વપરાશકારોની  હાજરી ધરાવતા લાઇવ ક્લાસીસની મિનિટોમાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાવી છે. ગણિત અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા લાઇવ ક્લાસના ઉપયોગમાં અનુક્રમે 4X અને 5X ગણી જોરદાર વૃદ્ધિ નોંધાઈ હતી. ઉપરાંત, ધોરણ 9 અને 10માંથી પણ 6X અને 8X વૃદ્ધિ નોંધાઈ હતી.

લોકડાઉનની શરૂઆતમાં પ્રીમિયમ વપરાશકારો દ્વારા લાઇવ ક્લાસના તાજેતરના માસિક ઉપયોગની તુલના કરીને ટકાવારીમાં થયેલા વધારાની ગણતરી કરવામાં આવે છે. આંકડા મુજબ, ધોરણ 9 અને 10ના ચુકવણી કરનારા વપરાશકારોએ આ વૃદ્ધિમાં મોટા ભાગનું યોગદાન આપ્યું છે.

અદભુત વૃદ્ધિ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આકાશ એડ્ટેક પ્રાલિમિટેડના સીઈઓ, શ્રી નરસિંહ જયકુમારે જણાવ્યું હતું કે, “માર્ચ 2020થી કોવિડ-19ના ઉદભવ સાથે ઓનલાઇન શિક્ષણ એ નવી સામાન્ય પદ્ધતિ બની ગઈ છે. અધ્યયન પ્રક્રિયાને કોઈ વિક્ષેપ વિના સળંગ ચાલુ રાખવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ લર્નિંગ પદ્ધતિ અપનાવી રહ્યા છે અને કોવિડ પછીના સમયમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે. અમદાવાદમાંથી મેરિટિનેશનના પ્લેટફોર્મ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો વધારો સ્પષ્ટ રીતે અમારા શિક્ષણ, ફેકલ્ટી અને અભ્યાસક્રમની સ્વીકૃતિ દર્શાવે છે. અમે નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર અમારા અભ્યાસક્રમોને વૈવિધ્યસભર કરવાનું ચાલુ રાખીશું, જેથી તેઓ તેમના ઘરેથી આરામથી અભ્યાસ કરી શકે.”

2014માં લાઇવ વર્ગો શરૂ કરનારી મેરિટિનેશન ભારતમાં ઓનલાઇન શિક્ષણના ક્ષેત્રની એક પ્રવર્તક છે. આજ સુધીમાં તેની પાસે 2.5 કરોડ નોંધાયેલા વિદ્યાર્થીઓ, 10 મિલિયનથી વધુ એપ્લિકેશન ઇન્સ્ટોલ અને 47 મિલિયનથી વધુ પરીક્ષા આપનારા છે. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ)એ એપલેક્ટ લર્નિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને હસ્તગત કરવા ઇન્ફો એજ (ઇન્ડિયા) લિમિટેડ સાથે નિર્ણાયક કરાર કરીને કેજીથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડતી એડ-ટેક કંપની, મેરિટનેશનને જાન્યુઆરી 2020માં ખરીદી હતી.