તમારે ગુજરાતી કે હિન્દીમાં ઇમેઇલ ID બનાવવું છે? જાણી લો, કેવી રીતે શક્ય બનશે

ઈમેલ આઇડી માટે હવે અંગ્રેજીનો ઈજારો બહુ વધારે સમય રહેશે નહીં. હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ ઈમેલ આઈડી બની શકશે. જેમાં ગુજરાતી, હિન્દી સહિત કુલ 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજ ઓફ ઈન્ડિયાએ રાજસ્થાનની એક ટેકનોલોજી કંપની સાથે મળીને આવું કરી દેખાડ્યુ છે. આ ટેક્નોલોજીમાં ભારત વિશ્વમાં પહેલો દેશ બનશે, જે આવું કરી બતાવશે. અનેતેનો પાયો જયપુરના નંખાયો છે. અહીં ડેટા એક્સચેંજ ટેકનોલોજી અને નેશનલ ઈન્ટરનેટ એક્સચેંજ ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ પુર્ણ કર્યો છે.

ડોમેઈન રજિસ્ટર કરાવા પર સરકાર પ્રાદેશિક ભાષામાં ઈમેલ આઈડી ફ્રીમાં આપી રહી છે. જેને આત્મનિર્ભર ભારત અને ભાષાની આઝાદી સાથે જોડીને પણ જોવામાં આવ્યું છે. મંત્રાલયે ડોમેન રજિસ્ટર કરાવવાની સુવિધા આપી છે અહીં સશુલ્ક ડોમેન રજિસ્ટર કરાવતાની સાથે જ તમારી ઈચ્છિત ભાષામાં ઈમેઈલ આઈડી બની જશે.

જો કે જ્યારે ઇમેઇલ આઇડી બનાવવામાં આવશે ત્યારે સંપર્ક કરવા માટે @ગુજરાત.ભારત આ રીતે લખવામાં આવશે.

હિન્દી, ગુજરાતી, બોડો, મણિપુરી, તેલુગૂ, ઉર્દૂ, તમિલ, પંજાબી, કન્નડ, ઉડિયા, સંસ્કૃત, સૈથલી, ડોગરી, કોંકણી, મૈથિલી, મરાઠી, નેપાલી. સિંધી,બંગાળી, કશ્મિરી, સિંધી (અરેબિક), મલયાલમ જેવી પ્રાદેશિક ભાષામાં ઇમેઇલ આઇડી મળશે.