કોહલીના પરત ફર્યા બાદ આ ખેલાડી સંભાળશે કેપ્ટનશીપ, ચેપલે વ્યક્ત કરી આશા

દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનું માનવું છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ સીરિઝ છોડીને ભારત પાછો ફરશે તો ટીમમાં એક ખાલીપણાની સ્થિતિ ઉદભવશે, પરંતુ સાથે માસ્ટર બ્લાસ્ટરે એ પણ આશા વ્યક્ત કરી કે કોહલીનો અભાવ કોઈ યુવા ખેલાડી માટે એક અવસર બનશે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે આશા વ્યક્ત કરી છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતના બાળક માટે ભારત ફરશે તો અજિંક્ય રહાણે ટીમની સારી કેપ્ટનશીપ કરી શકે છે અને તેના તેમણે કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એડિલેડમાં 17 ડિસેમ્બરથી શરૂ થતી પહેલી ટેસ્ટ મેચ બાદ પિતૃત્વની રજા પર ભારત આવી જશે અને ત્યારબાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકી બચેલી 3 મેચોમાં અજિંક્ય રહાણે ટીમની આગેવાની કરશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલને અજિંક્ય રહાણે શાનદાર કેપ્ટન લાગે છે અને તેમને આશા છે કે તેની આક્રમક શૈલી ભારતીય ટીમને પસંદ આવશે. ઇયાન ચેપલે વર્ચુઅલ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘મેં તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ (માર્ચ 2017મા ધર્મશાળા) કેપ્ટનશીપ કરતા જોયો હતો અને મને તેની કેપ્ટનશીપ શાનદાર લાગી હતી. તે વાસ્તવમાં આક્રમક કેપ્ટન છે.

ત્યારબાદ ઇયાન ચેપલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એ ટેસ્ટ મેચ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપના એ પહેલુંઓનો ઉલ્લેખ કર્યો, જેણે તેમનું ધ્યાન ખેચ્યૂં હતું. તેમણે કહ્યું હતું કે, ‘મને તેની કેપ્ટનશીપની કેટલીક વાતો યાદ છે. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં ડેવિડ વોર્નર હાવી થઈને રમી રહ્યો હતો, એ દરમિયાન તે કુલદીપ યાદવને (ત્યારે એ પોતાની કુલદીર પહેલી મેચ રમી રહ્યો હતો) લઈને આવ્યો અને તેણે વોર્નરને આઉટ કરી દીધો.

ઇયાન ચેપલે કહ્યું કે, ‘બીજી વાત એ જે મને યાદ છે કે ભારત નાના લક્ષ્ય પીછો કરી રહ્યું હતું અને તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. રહાણે પિચ પર આવ્યો અને ઓસ્ટ્રેલિયાઈ બોલરો પર હાવી થઈ ગયો. તેણે 20થી વધારે (27 બોલ પર 38 રન) બનાવ્યા. મને તેનું આ વલણ સારું લાગ્યું. તેમણે કહ્યું કે, એક કેપ્ટન તરીકે તેની પાસે બે વિકલ્પ હોય છે. એક આક્રમક વલણ અને બીજી રક્ષાત્મક રમત રમવી. મારું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક વલણ જરૂરી છે અને રહાણે આક્રમક છે.