ગુજરાત સરકારનો ભારતના વિલીનીકારણના સમયના ઇતિહાસને લઈને મહત્વનો નિર્ણય

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે આ મ્યુઝિયમ. પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ ગુજરાતની ધરતી પર બનાવવામાં આવશે..
પ્રવાસીઓને ભારતની એકતા અખંડિતતાના ભવ્ય ઇતિહાસથી પરિચિત થવાની અમૂલ્ય તક મળશે. દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા ને અત્યાધુનિક ૩-ડી-હોલોગ્રાફી-ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો-વિડીયો -કંટ્રોલ લાઇટ સિસ્ટમ આકર્ષણો સાથે આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરાશે.
દેશભરના રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલિન રાજા-રજવાડાઓની વિગતો આપવા માટે વિનંતી કરાઈ.
ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો-બેનમૂન ચીજવસ્તુઓ-ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવી આ મ્યૂઝિયમમાં શો કેસ કરાશે.