ડોક્ટરો અને શિક્ષકો પણ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન ! જાણો શુ કામ ?

હાલ જ્યારે સમગ્ર દેશમાં ખેડૂતોના આંદોલનનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ડોક્ટરો પણ આવતીકાલે વિરોધ પ્રદર્શન કરવાના છે. સીસીઆઈએમ એકટના સુધારાના વિરોધમાં કાલે આ વિરોધ કરવામાં આવશે. જો કે આ સાથે જ તેઓની ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે. ડોક્ટરોનું કહેવું છે કે જો તેઓની માંગ પૂરી કરવામાં નહિ આવે તો તેઓ આંદોલન પણ કરી શકે છે.

શિક્ષકો દ્વારા 4200ના ગ્રેડ પે મુદ્દે ધરણાં યોજવામાં આવશે. આ બધા વિરોધના લીધે રાજ્ય પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.