શુ છે જૂનાગઢમાં લાલ નદીનું કારણ? કોને કોને પડી રહી છે મુશ્કેલી ??

જૂનાગઢની ઉબેન નદીમાં લાલ પાણી વહે છે. આ પાણી એટલે લાલ થયું છે કારણ કે ત્યાં આવેલું સાડી ધોવાનું ઘટના કેમિકલ નદીમાં આવી તેને લાલ બનાવી નાખે છે.આ કારણે કેટલી હેકટર જમીન પ્રદુષિત પણ થઈ છે તથા ત્યાંના ખેડૂતો પણ રોષે ભરાયા છે. તે પાણી હવે તેઓને કામ નથી આવી શકતું અને સાથે જ પાણીમાં રહેલા માછલાં પણ મૃત્યુ પામે છે.

ખેડૂતો સરકારને આ મુશ્કેલીનો ઉપાય લાવવાની માંગ કરી રહી છે. જો આ મુશ્કેલીનો ઉપાય નહિ આવે તો તેઓ આંદોલન કરશે એવું ખેડૂતોનું કહેવું છે.આ મુશ્કેલીનો સામનો તેઓ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે.