મોહનથાળ કેવી રીતે બનાવાય તે શીખો !!

સામગ્રી :-

1) ચણાનો લોટ
2) દૂધ
3) ઘી
4) ખાંડ
5)એલચી
6) કેસર
7) બદામ.

બનાવવાની રીત :-

1) સૌ પહેલા કેસરને ગરમ પાણીમાં રાખો અને તેને બાજુમાં રાખી દો.

2) એક બાઉલમાં ચણાનો લોટ, ઘી અને દૂધ મિક્સ કરો અને 30 મિનિટ સુધી રહેવા દો.

3) ગાંઠને છુટી પાડવા માટે તેને ચાળી લો.

4) ગરમ પેનમાં ઘી ગરમ કરી તેમાં તૈયાર થયેલું મિશ્રણ નાખો અને થોડી વાર તેને ગરમ થવા દો.

5) થોડી વાર પછી તેમાં ફરી દૂધ અને ઘી નાખો.

6) તે મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં કેસર, ખાંડ, અને એલચી નાખો.

7) તૈયાર થયેલા ઘટ્ટ મિશ્રણને પછી તેને થાળીમાં કાઢી તેના પર એલચી અને બદામ નાખી ગાર્નિશ કરો.

8) હવે તેને સરખા આકારમાં કાપી લો. તમારો મોહનથાળ તૈયાર છે.