મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીએસઆર આર,આર્મ મારુતિ સુઝુકી ફાઉન્ડેશને રોડ સેફટી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબુત બનાવતા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પોલીસ, ગુજરાતને 50 ટ્રાફિક મેનેજમેન્ટ બેરિકેડ્સ ડોનેટ કર્યા છે. બેરિકેડ્સ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવા અને રોડ યુઝર્સમાં ટ્રાફિક ડિસિપ્લિન લાવવા માટે બનાવવામાં આવેલ છે. ચીફ ગેસ્ટ ડો. લવિના સિંહા, આઈપીએસ, સહાયક પોલીસ અધિક્ષક (વિરમગામ), એસએમજીના શ્રી ભાવેશ શાહ અને કર્નલ મનીષ ચતુર્વેદી (નિવૃત્ત) સાથે; વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં બેરીકેડ હેન્ડઓવર સમારોહમાં એમએસઆઈએલના શ્રી ઈશ્વર શેખાવતઅને ટીડીએસજીના શ્રી નીરજ જૈન ઉપસ્થિત રહ્યાં હતાં.
મારુતિ સુઝુકી ફાઉન્ડેશનની ખુશામત માર્ગ સલામતીમાં તેમના પ્રયત્નો માટે, આસિસ્ટન્ટ સુપરિન્ટેડેન્ટ ઓફ પોલીસ (વિરમગામ)ના આઇપીએસ ચીફ ગેસ્ટ ડો. લવિના સિંહાએ જણાવ્યું કે, અમે મારુતિ સુઝુકીના આભારી છીએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પોલીસને સ્ટીલ અને ભંગાણવાળું બેરિકેડ ઓફર કરવા માટે.અમે આમાંથી કેટલાકનો ઉપયોગ ટ્રાફિકની સ્થિતિ સુધારવા અને વિઠ્ઠલપુર અને તેની આસપાસના મહત્વપૂર્ણ જંકશન પર શિસ્ત વધારવા માટે કરીશું.રોડ સેફટી એ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જ્યાં કોર્પોરેટ્સ અને પોલીસે સારા પરિણામ માટે સહયોગ કરવો આવશ્યક છે. અમે એસએમજી, એમએસઆઈએલ અને ટીડીએસજી સાથે વિસ્તારની માર્ગ સલામતીમાં સુધારો કરવા માટે કામ કરવાની આશા રાખીએ છીએ.
કંપનીના સેક્રેટરી (એસએમજી) શ્રી ભાવેશ શાહ અને કંપની સેક્રેટરી (ટીડીએસજી) શ્રી નીરજ જૈનની હાજરીમાં આજે 50 બેરિકેડ્સ મદદનીશ પોલીસ અધિક્ષક (વિરમગામ), ડો. લવિના સિંહા, આઈપીએસને સોંપવામાં આવી હતી. પોલીસે વિશિષ્ટ સ્થાનો નક્કી કર્યા છે જ્યાં ટ્રાફિકની સ્થિતિ પર નજર રાખવા માટે આ બેરીકેટ લગાવવામાં આવશે.
એસએમજી દ્વારા મુખ્ય લોકલ ઈનિશિએટીવ્સ-
તેના સીએસઆર એફર્ટસ હેઠળ, સુઝુકી મોટર ગુજરાત પાથ (પીએટીએચ) (પીપલ અવેરનેસ અબાઉટ થ્રેટ ઓન હાઈવેઝ) નામે એક યુનિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ પાથ દ્વારા તેઓ વિલેજર્સ અને લોકલ કોમ્યુનિટીઝને રોડ સેફટી અંગે સંવેદના આપી રહ્યા છે. આ ઈનિશિએટિવ લોકલ ડ્રાઈવર્સની ફેમિલીમાં અવેરનેસ લાવવા, મહિલાઓ અને વૃદ્ધ ફેમિલી મેમ્બર્સમાં જાગૃતિ લાવવા, ઓટો અને લોકલ ડ્રાઈવર મીટિંગ્સનું અને વિવિધ યુથ એન્ગેજમેન્ટ ઈનિશિએટીવ્સનું આયોજન કરવા સાથે સંકળાયેલ મુદ્દાઓને ધ્યાનમાં લે છે. આ પ્રોગ્રામ યુવાનોને રોડ સેફટી એમ્બેસેડર અને વોલ્યુન્ટીઅર્સ બનીને સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહન આપે છે. યુવાનોમાં જાગૃતિ લાવવા, પ્રોજેક્ટ પાથ આઈટીઆઈ પ્રોગ્રામ્સની સાથે લોકલ સ્કૂલ અને કોલેજોના યુવાનોને સક્રિયપણે જોડે છે. આ એજ્યુકેશન પ્રોગ્રામ્સ ટ્રાફિકરૂલ્સ, રોડ સાઈન્સનું ઈમ્પોર્ટન્સ, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, અને લાઈફ અને ફેમિલીને રોડ સેફટીના ઈમ્પોર્ટન્સ પર શિક્ષણ આપવા માટે કસ્ટમાઈઝ કરવામાં આવેલ છે. પ્રોજેક્ટ પાથ દ્વારા રોડ સેફટી રૂલ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે સિલેક્ટેડ પ્રોજેક્ટ વિલેજીસમાં હોર્ડિંગ્સ પણ મૂકવામાં આવ્યા છે.
પ્રોજેક્ટ પાથ હેઠળ એસએમજી ટ્રક ડ્રાઈવર્સ મીટ પણ યોજાય છે, જેમાં એસએમજી ફેસિલિટી આસપાસના પાર્કિંગ, લોજિસ્ટિક અને હોટલની વિવિધ એક્ટિવિટીઝમાં રોકાયેલા ટ્રક ડ્રાઈવરોને વન- ડે ડિફેન્સિવ ડ્રાઈવિંગ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત, હેલ્મેટ પહેરવા પરનું સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈન એ અનેક લોકલ ઈનિશિએટીવ્સનો એક ભાગ છે.