મહામારીને કારણે તમામ રાજનૈતિક દળોની વર્ચ્યુઅલ મીટિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી જેમાં દેશની વર્તમાન કોવિડ -19 સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નજીકના ભવિષ્યમાં સરકાર દ્વારા કોરોના રસી વિતરણની યોજનાઓની ચર્ચા કરવામાં આવશે.
મહામારીને કારણે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં અનેક પક્ષોના નેતાઓને બોલાવવામાં આવશે.છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કેસોમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.
આ સર્વપક્ષીય બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા કેતલાક દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.જોકે, બેઠકમાં કોરોના રસીની યોજના અંગે ચર્ચા થવાની છે.