~સખત અને પોચી જમીન, ગેજેટ્સ અને ત્વચાને રક્ષવા માટે ઓલ-ઇન-વન ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે, પોકેટ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે, ગેજેટ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે અને હેન્ડ સેનિટાઇઝર રજૂ કર્યા ~
સૌથી મોટી લખવાના સાધનોની બ્રાન્ડ લક્ઝર ગ્રુપે આજે ઘર, ત્વચા અને ગેજેટ્સને બેક્ટેરીયા અને વાયરસ સામે રક્ષણ આપવા માટે નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સની રેન્જ લક્ઝર નેનો લોન્ચ કરીને હોમ અને હાઇજિન (ઘર અને સ્વચ્છતા) સેગમેન્ટમાં ઝંપલાવ્યુ છે. આધુનિક, સંભાળ રાખતા અને ડિજીટલી સેવી ગ્રાહકોને લક્ષમાં રાખતા આ પ્રૉડક્ટ્સ આખા દેશમાં ઉપલબ્ધ રહેશે. કંપની કોવિડ રોગચાળાને કારણે વધી રહેલી માગને જોતા આ ચોક્કસ સેગમેન્ટમાં પોતાની હાજરીમાં વધારો કરવાનું વિચારી રહી છે.
લક્ઝર નેનો બ્રાન્ડ જમીન પરથી બેક્ટેરીયા, વાયરસ અને ખરાબ કચરાને 99.9% મારીને ચડીયાતુ અને લાંબા સમયનું રક્ષણ પૂરું પાડે છે. લક્ઝર નેનો એક્ટિવ નેનો ટેકનોલોજી પર આધારિત છે જે પદાર્થો અને જમીનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખતા રક્ષણાત્મક સ્તરોનું સર્જન કરે છે. વધુમાં, તે ત્વચા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લાબા ગાળા સુધીની સુગંધનો ઉમેરો કરે છે. નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સ સ્પર્ધામાં વધુ ચડીયાતી છે કેમ કે તે લાંબા સમયનું રક્ષણ પૂરું પાડે છે અને ત્વચા માટે સુરક્ષિત છે.
આ લોન્ચ સમયે લક્ઝર ગ્રુપના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રીમતી પૂજા જૈન ગુપ્તાએ જણાવ્યું હતુ કે, “અમે ભારતમાં નેનો ટેકનોલોજી રજૂ કરતા ખુશી અનુભવીએ છીએ, જે સુરક્ષા અને સ્થિરતાની દ્રષ્ટિએ અસંખ્ય ફાયદાઓ ઓફર કરે છે. તે એક સમકાલીન આરોગ્ય અને સ્વચ્છતાને લગતી સમસ્યાનો ક્રાંતિકારી ઉકેલ છે. લક્ઝર અગ્રણી કંપની છે અને હોમ હાઇજિન સેગમેન્ટમાં સમાન પ્રાકરની સફળ વાર્તા લખવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. વધુમાં અમે આરોગ્ય અને હાઇજિન ક્ષેત્રે આ ટેકનોલોજીને એક ગેઇમ ચેન્જર તરીકે જોઇ હ્યા છીએ. વૈશ્વિક સ્તરે નેનો ટેકનલોજી દૈનિક પડકારોને ઉકેલવાના તેના ગુણને કારણે અગત્યતા પ્રાપ્ત કરતી જાય છે. અમે તેને ભારતીય ગ્રાહકો માટે લાવવા માગે છીએ જેમને આ પ્રકારના શોધો/વૈશ્વિક કક્ષાની ટેકનોલોજીને સમાન લાભ પ્રાપ્ત થશે. આ પ્રોડક્ટનુ ડર્મેટોલોજીકલી પરીક્ષણ કરવામાં આવ્યુ છે તે કોઇ પણ પ્રકારના બેક્ટેરીયા કે વાયરસ સામે અત્યંત અસરકારક છે. તેનો પ્રાથમિક પ્રતિસાદ ભારે પ્રોત્સાહક છે.”
લક્ઝર ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે, જે એક ધ્રવીયુક્ત એક્સ્ટ્રીમથી બીજામાં સરળ સંક્રાતિને સમજાવે છે. પોતાની ઉચ્ચ ઓટોમેટેડ, વૈશ્વિક કક્ષાની ઉત્પાદન સવલતો મારફતે આ બ્રાન્ડનું નવીનકરણ, સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવે છે. લક્ઝર નેનો પ્રોડક્ટ્સ ઓનલાઇન પોર્ટલ્સ જેમ કે flipkart.in, amazon.in અને લક્ઝરની ઇ-કોમર્સ પોર્ટલ luxor.in પર અને ભારતભરમાં વિવિધ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે