ખેડૂતોના આંદોલનને US, UK અને કેનેડાના નેતાઓએ આપ્યું સમર્થન, જાણો શું કહ્યું

મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો છેલ્લાં 6 દિવસથી દિલ્લીમાં પ્રદર્શન કરી રહ્યા છે.પંજાબમાં બે મહિના સુધી પ્રદર્શન કર્યા બાદ ખેડુતોએ દિલ્લી તરફ કૂચ કરી હતી. બધા ખેડુત સંગઠનોની એક જ માંગ છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ(એમએસપી) પર સરકાર વચન આપે અને કાયદામાં સમાવેશ કરે. ખેડુત સંગઠનને ડર છે કે બજારમાંથી બહાર આવતાની સાથે એમએસપી પર અસર પડશે અને ધીમે ધીમે ધંધો ખતમ થઇ જશે. પંજાબના ખેડુતોના આંદોલનની સાથે અન્ય રાજયના ખેડુતો પણ ધીમે ધીમે જોડાઇ રહ્યા છે.પરંતુ હવે તો બ્રિટેન, કેનેડા, અમેરિકાના કેટલાંક સાંસદોએ પણ ભારતના ખેડુતોના આંદોલનને સમર્થન આપ્યું છે.

બ્રિટનના લેબર પાર્ટીના સાંસદ અને રેલ મંત્રી તનમનજીત સિંહે ટવીટ કરીને લખ્યું કે, આ અલગ પ્રકારના લોકો છે જે પોતાના પર દમન કરવા વાળાઓનું પણ પેટ ભરે છે. પંજાબ અને ભારતના બાકી રાજયોના ખેડુતો, મિત્રો સાથે સપોર્ટમાં ઉભો છુ જેઓ કૃષિ બિલ 2020નો વિરોધ કરી રહ્યા છે. તો સાથે લેબર પાર્ટીના સાંસદ જોન મેકડોનલે પણ તનમનજીતની વાતને સમર્થન કરતા લખ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડુતો પર દબાણ અસ્વીકાર્ય છે અને એ ભારતની ઇમેજ ખરાબ કરે છે.

કેનેડાના ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ જગમીત સિંહે ટવીટ કરીને લખ્યું કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડુતો પર ભારત સરકારની હિંસા દુખ પહોંચાડનારી છે. સેંટ જોન ઇસ્ટના સાંસદ જૈક હેરિસે પણ ટવીટ કરીને લખ્યું કે, ખેડુતોનું ભારત સરકાર દમન કરી રહી છે. ભારત સરકારે ખેડુતો સાથે વાતચીત કરવી જોઇએ.