સેમસંગે ભારતમાં સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર ગ્રાહકો માટે આકર્ષક પ્રોગ્રામ ઘોષિત કર્યાઃ સેમસંગ સ્માર્ટકેફેઝ માટે વ્હોટ્સએપ ચેટબોટ રજૂ કરાઈ

  •  સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોરના ગ્રાહકો સ્માર્ટ ક્લબ લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ રિવોર્ડ પોઈન્ટ્સ અને ડિસ્કાઉન્ટ કુપન્સ જેવા આકર્ષક લાભો મેળવી શકે છે.
  • સેમસંગ રેફરલ પ્રોગ્રામનો ઉપયોગ કરતાં ગ્રાહકો તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલીને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોરમાંથી ગેલેક્સી સ્માર્ટફોન્સ ખરીદી કરવા માટે સંદર્ભ આપીને રૂ. 7500 સુધી રિવોર્ડસની કમાણી કરી શકે છે

ભારતની સૌથી વિશ્વાસુ સ્માર્ટફોન બ્રાન્ડમાંથી એક સેમસંગે આજે સેમસંગ સ્માર્ટ કેફે અને સેમસંગ સ્માર્ટ પ્લાઝાનો સમાવેશ ધરાવતા સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સમાંથી ગેલેક્સી સ્માર્ટફોન્સ ખરીદી કરવા ગ્રાહકો માટે આકર્ષક પ્રોગ્રામની ઘોષણા કરી છે. નવા પ્રોગ્રામ સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સમાં ગેલેક્સી સ્માર્ટફોન્સની ખરીદી કરવાની યોજના બનાવતા ગ્રાહકો માટે શોપિંગ અનુભવ બહેતર બનાવશે.

ભારતમાં સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સમાં ગેલેક્સી સ્માર્ટફોન્સ ખરીદી કરતા ગ્રાહકોને હવે નિમ્નલિખિત લાભો મળી શકે છેઃ

સ્માર્ટ ક્લબ લોયલ્ટી પ્રોગ્રામ

આ પ્રોગ્રામનો ઉપયોગ કરતાં ગ્રાહકો સેમસંગ સ્માર્ટ કેફે અથવા સેમસંગ સ્માર્ટ પ્લાઝામાંથી લઘુતમ રૂ. 15,000 મૂલ્યના ગેલેક્સી સ્માર્ટફોન્સની પહેલી વાર ખરીદી કરે તેની પર રિવોર્ડ પોઈન્ટ્સ, સર્વિસ કુપન્સ અને અન્ય આકર્ષક લાભો માટે પાત્ર બની શકે છે. આ રિવોર્ડ પોઈન્ટ્સ સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ ખાતે ત્યાર બાદની ખરીદી પર રિડીમ કરી શકાશે. ઉપરાંત ગ્રાહકોને તેમની સ્માર્ટ ક્લબ મેમ્બરશિપ (ડિસેમ્બર 2020 સુધી લાગુ) સાથે રૂ. 6000 સુધી મૂલ્યનાં ત્રણ વાઉચર્સ અને ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 અને ગેલેક્સી ટેબ એસ7 જેવી પ્રોડક્ટો પર ફાસ્ટ ટ્રેક અપગ્રેડ્સ પણ મળશે. ફાસ્ટ ટ્રેક અપગ્રેડ સાથે ગ્રાહકોને સામાન્ય પ્રોગ્રામ કન્સ્ટ્રક્ટની તુલનામાં ઉચ્ચ મેમ્બરશિપમાં સીધો પ્રવેશ મળશે.

સેમસંગ રેફરલ પ્રોગ્રામ

સેમસંગનું ભારતમાં વિશાળ ગ્રાહક મૂળ છે અને તેનાં ડિવાઈસ ઉપભોક્તાઓ પાસેથી ભરપૂર પ્રેમ માણે છે. આથી જ મોજૂદ સેમસંગના ગ્રાહકો તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરોને ઉત્તમ ટેકનોલોજીની ભેટ આપી શકે તેવી તક આપવા માટે સેમસંગ તેનો રેફરલ પ્રોગ્રામ સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર હવે રજૂ કરી રહી છે. સેમસંગના ગ્રાહકો (રેફરર) તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલીન સેમસંગ એક્સક્લુઝિવસ્ટોર્સ થકી સ્માર્ટફોન્સની રેન્જ ખરીદી કરવા પર આકર્ષક પુરસ્કારો મેળવવામાં મદદ કરી શકે છે. રેફરર (ખરીદી સૂચિત કરતા સેમસંગના ગ્રાહકો)ને તેના કે તેણીના ફ્રેન્ડ્સ અને ફેમિલીને સફળતાથી રેફર કરીને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સમાંથી ચુનંદા સ્માર્ટફોન્સની ખરીદી પર રૂ. 7500 સુધી વધારાના સ્માર્ટ ક્લબ લાભો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. સફળ લેણદેણ પર રેફરર અને રેફરીને રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.

સેમસંગ પ્રોડક્ટરેફરર રિવોર્ડ (રૂ.)રેફરી રિવોર્ડ (રૂ.)
ગેલેક્સી Z ફોલ્ડ 2 5G, ગેલેક્સી Z ફોલ્ડ અને ગેલેક્સી Z ફ્લિપ25003500
ગેલેક્સી નોટ 20 સિરીઝ, ગેલેક્સી નોટ 10, ગેલેક્સી 10 +, ગેલેક્સી S20 સિરીઝ, ગેલેક્સી S10+, ગેલેક્સી S10, અને ગેલેક્સી S10E15002000
ગેલેક્સી S10 લાઈટ અને ગેલેક્સી નોટ 10 લાઈટ10001500

રિપીટ ગ્રાહકો માટે ખાસ લાભો

સેમસંગ કિફાયતી ગેલેક્સી એમ01 કોર માટે રૂ. 5000થી શરૂ કરતાં ફોલ્ડેબલ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 માટે રૂ. 150000 સુધી વિવિધ કિંમતે તેના ગ્રાહકોને પ્રોડક્ટો ઓફર કરતી ભારતમાં એકમાત્ર સ્માર્ટફોન કંપની છે. સેમસંગના મોટી સંખ્યામાં ગ્રાહકો તેથી જ રિપીટ ગ્રાહકો છે, જેઓ તેમના સ્માર્ટફોન્સ અપગ્રેડ કરવા માગે છે. મોટે ભાગે આ ગ્રાહકો પાસે આઉટ-ઓફ- વોરન્ટી ગેલેક્સી ડિવાઈસીસ હોય છે. આવા ગ્રાહકો તેમના આઉટ-ઓફ- વોરન્ટી ગેલેક્સી સ્માર્ટફોન્સ સમારકામ કરવા નહીં માગતા હોય તેઓ અધિકૃત સેમસંગ સર્વિસ સેન્ટરની મુલાકાત લે ત્યારે 5 ટકાનું ડિસ્કાઉન્ટ કુપન હવે મેળવી શકે છે. આ કુપન સેમસંગ સ્માર્ટ કેફે, સેમસંગ સ્માર્ટ પ્લાઝા અને સેમસંગ ઈ-સ્ટોર ખાતે રિડીમ કરી શકાય છે. ગ્રાહકો ડિસ્કાઉન્ટ કુપનનો ઉપયોગ કરે તેઓ મોજૂદ બજારની ઓફરોના પણ હકદાર બને છે.

વ્હોટ્સએપ ચેટબોટ

સેમસંગે રજૂ કરેલી વ્હોટસએપ ચેટબોટથી ગ્રાહકોને જૂજ ક્લિક્સમાં નજીકના સેમસંગ સ્માર્ટ કેફે સાથે જોડાવામાં મદદ મળશે. સેમસંગ સ્માર્ટ કેફે વ્હોટ્સએપ નંબર 9870- 494949 ઉપર હાય મેસેજ મોકલવા પર ગ્રાહકો નજીકનું સેમસંગ સ્માર્ટકેફે શોધી શકે છે, સ્ટોરમાંથી ઓનલાઈન ખરીદી શકે છે, હોમ ડેમો બુક કરી શકે છે અને સ્ટોરમાંથી કોલ બેક માટે વિનંતી કરી શકે છે અને નવી ઓફરો અને પ્રોડક્ટોના લોન્ચ વિશે જાણી શકે છે. ખરીદી પછી ગ્રાહકોને સ્ટોર ખાતે બિલિંગ પછી એસએમએસ દ્વારા શેર કરાતી ઓપ્ટ ઈન લિંક થકી વ્હોટ્સ એપ પર તેમની લેણદેણ માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ પ્રાપ્ત થશે.

સેમસંગે તેના સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સને ગેલેક્સી ડિવાઈસના ગ્રાહકો માટે સુરક્ષિત અને સંરક્ષિત સ્થળ બનાવવા માટે છેલ્લા થોડા મહિનામાં અનેક પહેલો હાથમાં લીધી છે. દેશભરમાં અમારા બધા એક્સક્લુઝિવ સ્ટોર સુરક્ષા સર્ટિફાઈડ હોઈ ગ્રાહકો અને કર્મચારીઓને તેમના સ્વાસ્થ્ય કલ્યાણ અને સુરક્ષા વિશે નિશ્ચિંતતાનો અનુભવ થાય તેની ખાતરી રાખે છે. અમને અમારા એક્સક્લુઝિવ સ્ટોર્સમાંથી ગેલેક્સી ડિવાઈસીસની ખરીદી કરવા માગતા ગ્રાહકો માટે સેમસંગ રેફરલ પ્રોગ્રામ ડિસ્કાઉન્ટ કુપન પ્રોગ્રામ રજૂ કરીને અને સ્માર્ટ ક્લબ લોયલ્ટી પ્રોગ્રામ બહેતર બનાવીને ખરીદદારોનો પ્રવાસ અનોખો બનાવવાની ખુશી છે.  અમે અમારા ગ્રાહકોને સેમસંગ વ્હોટ્સએપ ચેટબોટ જેવી વર્ચ્યુઅલ  સેવાઓ પૂરી પાડવાની કટિબદ્ધ છીએ, જે ગ્રાહકો માટે વધુ સુવિધાજનક પ્રવાસ બનાવવા માટે અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે, એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું. સેમસંગના ભારતમાં લગભગ 2000 સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ છે, જેમાં સેમસંગ સ્માર્ટ કેફે અને સેમસંગ સ્માર્ટ પ્લાઝાનો સમાવેશ થાય છે. નવા પ્રોગ્રામ ભારતમાં બધા સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સમાં લાગુ થશે.