કોરોનાનો સમય બોલિવુડ માટે સૌથી કપરો સમય રહ્યો છે. એક તરફ લોકડાઉનને કારણે બોલિવુડ ઇન્ડસ્ટ્રી ઠપ પડી ગઇ હતી તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન ઘણી બોલિવુડ હસ્તીઓએ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. આમાં એક નામ સંગીતની દુનિયાની જાણીતી જોડી સાજિદ-વાજિદના વાજિદનું પણ હતું. લાંબી બીમારી બાદ તેમનું 1 જૂન 2020ના દિવસે નિધન થયું હતું. તેમના નિધનના લગભગ પાંચ મહિના બાદ હવે તેમની પત્નીએ વાજિદના પરિવાર પણ ઉત્પીડનનો આરોપ લગાડ્યો છે.
હાલના દિવસોમાં દેશભરમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાયદા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપતા વાજિદ ખાનની પત્ની કમલરૂખ ખાને તેની પ્રેમ કહાની અને તેના પરિવાર સાથેના નબળા સંબંધોને વિશે ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ફરી એકવાર ધર્મપરિવર્તનની ચર્ચા થઈ રહી છે. આ વખતે સરકાર પણ ઉત્સાહિત છે. કમલરૂખ ખાને પોતાના અને વાજિદ ખાનની લવ સ્ટોરી અને તેના પરિવાર વિશે વિગતવાર લખ્યું છે.
વાજિદ ખાનની પત્ની કમલરૂખે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે વાજિદના પરિવાર દ્વારા તેને ઇસ્લામ ધર્મ અપનાવના માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તે હજી તેના પતિના અવસાનની પીડામાંથી બહાર નીકળી શકી નથી, તો બીજી તરફ વાજિદના પરિવારજનો દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહી છે.
કમલરૂખે પત્રમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હું પારસી હતી અને તે મુસ્લિમ હતો. અમારા લગ્ન થયાં ત્યારે પણ અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યુા હતા. હું આના પર મારો અનુભવ કહેવા માગું છું કે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા પછી હું ધર્મના આધારે કેવી રીતે ભેદભાવનો સામનો કરી રહી છું. આ ખૂબ જ શરમજનક છે. અને દરેકની આંખો ખોલી શકે છે. હવે જોવું રહ્યું કે, વાજિદના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા મળે છે.
સંગીતકાર વાજિદના નિધનના પાંચ મહિના બાદ તેની પત્નીએ પરિવાર પર લગાવ્યો આ આરોપ
