કોરોના સામેની લડતમાં હાઇકોર્ટની સરકારને મહત્વની સલાહ

કોરોના કાળમાં માસ્કનો ઉપયોગ ન કરનાર સામે હાઇકોર્ટની સરકારને સલાહ. વધતા જતા કોરોના કહેર તેમજ પ્રજાની કોરોના સામે ની લડાઈ તરફ વધતી જતી બેદરકારી સામે હાઈ કોર્ટએ લાલ આંખ કરી.

માસ્ક ન પહેરે તેવા લોકો પાસેથી દંડની સાથે ઓછામાં ઓછા 8 દિવસ કોવિડ સેન્ટરમાં સર્વિસ કરાવે.આ અંગે સરકાર વિચારે અને પોતાનો જવાબ રજૂ કરે એવો હાઈ કોર્ટે આદેશ કર્યો છે.